Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપના 96 ઉમેદવારો અને કોંગ્રેસના 83 ઉમેદવારો પર ગુન્હાના કેસ ADR રિપોર્ટમાં ખુલાસો

બીજેપીના કુલ 162 ઉમેદવારો પૈકી 96 ઉમેદવારો એટલે કે 59 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગંભિર ગુના

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને દેશની ચૂંટણીઓનું અધ્યયન કરનાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ વર્તમાન ઉમેદવારો વિશે એક રિપોર્ટ જાહેર કરી છે. આ આંકડાઓને ઉમેદવારી માટે દાખલ એફિડેવિટના આધારે તૈયાર કરવામાં આવી છે.

  એડીઆરની રિપોર્ટ મુજબ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે આ વખતે ચૂંટણી મેદાનમાં 3237 ઉમેદવાર ઉતર્યા છે. તેમા બીજેપીના કુલ 162 ઉમેદવારો છે. જેમાંથી 96 ઉમેદવારો એટલે કે 59 ટકા ઉમેદવારો વિરુદ્ધ ગંભિર ગુના નોંધાયેલા છે. જેમા 9 ઉમેદવાર એવા છે કે જેમના વિરુદ્ધ હત્યા, હત્યાના પ્રયાસ અથવા એવા જ ગંભિર ગુનાના કેસ નોંધાયેલા છે.

જ્યારે કોંગ્રેસમાં 57 ટકા ઉમેદવારો એટલે કે કુલ 83 ઉમેદવારો પર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જેમાંથી 44 એટલે કે 30 ટકા ઉમેદવારો પર ગંભીર ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. જ્યારે શિવસેનાના 48 ટકા અને એનસીપીના 35 ટકા ઉમેદવારો પર ગંભીર મામલાઓમાં ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. આ વખતે રાજ્યમાં 916 એવા ઉમેદવાર છે જેમના વિરુદ્ધ સામાન્ય કેસ નોંધાયેલા છે.

કુલ મળીને એડીઆરની રિપોર્ટ મુજબ, 288 વિધાનસભા બેઠકોમાંથી 176 બેઠકો રેડ અલર્ટ બેઠક જાહેર કરાઇ છે. નોંધનીય છે કે, આ એ બેઠકો છે જેમા ઓછામાં ઓછા 3 ઉમેદવારો વિરુદ્ધ ક્રિમિનલ કેસ નોંધાયેલા હોય છે

(12:00 am IST)