Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દેશમાં ગર્દભનું અસ્તિત્વ જોખમાયુ : લદ્દાખમાં વિલુપ્ત થયા ગધેડા: પશુધનમાં જબરો ઘટાડો

સાત વર્ષમાં 3.20 લાખથી ઘટીને 1.20 લાખ બચ્યા :પાંચ મુખ્ય રાજ્યોમાં પશુધન લગભગ અડધુ થયું

નવી દિલ્હી:દેશમાં પાળતુ પશુઓની સંખ્યામાં આઘાતજનક ઘટાડો નોંધાયો છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ માલવાહક તરીકે ઉપયોગમાં લેવાતા પશુ ગર્દભ (ગધેડા)ની છે. વિતેલા સાત વર્ષમાં દેશમાં ગધેડાઓની સંખ્યા 3.20 લાખથી ઘટીને અડધા પણ ઓછી 1.20 લાખ પર આવી પહોંચી છે. મસ્ત્ય, પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા કરાવવામાં આવેલી 20મી પશુ ગણતરીના આંકડોઓ મુજબ 2012માં કરવામાં આવેલી ગણતરીની તુલનામાં 2019માં ગઘેડાઓની સંખ્યામાં 61 ટકાનો આઘાતજનક ઘટાડો થયો છે.

પશુધનની ગણતરીમાં જ્યાં ગાયોની સંખ્યામાં વધારો થયો છે ત્યાં સુઅરોની સંખ્યા ઘટી છે. પશુધન ગણતરી માટે રાજ્યોમાંથી મળેલા આંકડાઓ સ્પષ્ટ કરે છે કે દૂધ ન આપતા પાળતુ પશુની શ્રેણીમાં સામેલ ગધેડાની સંખ્યા દેશના દરેક રાજ્યમાં ખૂબ જ ઝડપથી ઘટી છે. અહી સુધી કે લદ્દાખમાં આ પાળતુ પશુ લગભગ વિલુપ્ત થઇ ચૂક્યું છે. આ વિસ્તારમાં ગણીને 100થી પણ ઓછા ગર્દભ રહ્યા છે. ગધેડાઓની સૌથી વધારે સંખ્યા રાજસ્થાનમાં હતી. આ સિવાય મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને બિહારગધેડાઓની સૌથી વધારે સંખ્યા ઘરાવતા પાંચ રાજ્યોની યાદીમાં હતા.

આંકડા દર્શાવે છે કે આ પાંચેય રાજ્યોમાં પણ ગધેડાની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. રાજસ્થાનમાં વિતેલા સાત વર્ષ દરમિયાન ગધેડાની સંખ્યા 81 હજારથી ઘટીને માત્ર 23 હજાર રહી ગઇ છે. મહારાષ્ટ્રમાં 29 હજાર ગધેડામાંથી 19 ગધેડા રહ્યા છે. યૂપીમાં 57સ હજારથી ઘટીને 16 હજાર ગધેડા રહ્યા છે, ગુજરાતમાં 39 હદારથી ઘટીને 11 હજાર ગધેડા અને બિહારમાં 21થી ઘટીને 11 હજાર ગધેડા રહી ગયા છે.

પશુધન ગણતરીના પરિણામ મુજબ દેશમાં પાળતૂ પશુઓની સંખ્યા 2012ની સરખામણીએ 4.6 ટકા સાથે વધીને 53.5 કરોડ થઇ છે. જો કે ત્રણ મુખ્ય રાજ્યોમાં આ આંકડા ચિંતાજનક છે. જેમાં યૂપી, રાજસ્થાન અને ગુજરાત સામેલ છે. આંકડાઓ મુજબ ભેંસ અને યાક તથા ગૌવંશની સંખ્યામાં એક ટકાના વધારો થતા તેમની સંખ્યા 30.2 કરોડ પર પહોંચી છે. જેમાં ગાયોની સંખ્યામાં 18 ટકાનો વધારો થતા 14.5 કરોડ થઇ છે. એવી જ રીતે ઘેટા-બકરાની સંખ્યામાં 10થી 14 ટકાનો વધારો નોંધાયો છે. બીજી તરફ સુઅરની સંખ્યા 12.3 ટકાથી ઘટીને 98.6 લાખ પર પહોંચી છે. સંખ્યામાં ઘટાટાની શ્રેણીમાં ઉંટ, ઘોડો, ખચ્ચર અને ટટ્ટુ પણ સામેલ છે. તેમની સંખ્યામાં ભારે ઘટાડો (લગભગ અડધો) નોંધવામાં આવ્યો છે.

પશુધન ગણતરીમાં દેશના તમામ રાજ્યોના આશરે 6.6 લાખ ગામો, 89 શહેરો સામેલ કરવામાં આવ્યા, જેમાં 27 કરોડ પશુપાલક પરિવાર પાસેથી આંકડોઓ મેળવવામાં આવ્યા હતા.

(12:00 am IST)