Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સોમવારે ઉત્તરપ્રદેશની 11 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી : પીળી સાડીવાળી પોલિંગ ઓફિસર રીના દ્વિવેદી ફરી ચર્ચામાં

રિના દ્વિવેદીને રામાબાઈ આંબેડકર મેદાનમાં જોતા જ ત્યાં સેલફી માટે લોકોની ભીડ જામી

નવી દિલ્હી ; સોમવારે યુપીની 11 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે પુલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે. મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. કડક સુરક્ષા વચ્ચે સોમવારે સવારે 7 થી સાંજના 6 સુધી મતદાન કરવામાં આવશે. આ 11 બેઠકો પર 110 ઉમેદવારો મેદાનમાં છે. 24 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

આ તૈયારીઓની વચ્ચે લોકસભાની ચૂંટણી 2019 માં ચર્ચામાં રહેલી પોલિંગ ઓફિસર રીના દ્વિવેદી ફરી એકવાર સમાચારોમાં છે. તે ચૂંટણીની તૈયારી માટે રવિવારે રામાબાઈ આંબેડકર મેદાનમાં ઉપસ્થિત રહી હતી. તેમને જોતા જ ત્યાં સેલફી માટે લોકોની ભીડ જોવા મળી હતી.

આ વખતે પણ તે તેના ટ્રેડિશનલ લુક એટલે કે યલો સાડીમાં જ હતી. લખનઉ કેન્ટ વિધાનસભાની પેટા ચૂંટણીમાં, તેમની ફરજ કૃષ્ણનગરની મહાનગર ઇન્ટર કોલેજ પર લાગુ કરવામાં આવી છે. દર વખતની જેમ આ વખતે પણ તેમણે લોકોને ભારે મતદાન કરવાની અપીલ કરી છે.

(12:00 am IST)