Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

હુમલામાં 6થી 10 પાકિસ્તાની સૈનિક અને કેટલાક આતંકવાદીઓને ઠાર કરાયા અથમુકમ, જૂરા, કુંદલશાહીમાં આતંકી કેમ્પો ફૂંકી માર્યા : સેનાધ્યક્ષ બિપિન રાવત

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના તંગધાર સેક્ટરમાં બે જવાનોની શહીદીનો બદલો લેતા ભારતે પકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK) માં હાજર લશ્કરના ત્રણ કેમ્પને નસ્તેનાબૂદ કરી દીધા. ભારતના એક્શનને લઇને ભારતીય સેનાધ્યક્ષ બિપિન રાવતે કહ્યું કે, હુમલામાં 6થી 10 પાકિસ્તાની સૈનિક અને કેટલાક આતંકવાદીઓ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના પોતાનુ નુકસાન જણાવવા નથી માંગતી.

PoKમાં આતંકીઓના અડ્ડા પર કાર્યવાહી કરવાને લઇ આર્મી ચીફ જનરલ બિપિન રાવતે કહ્યું કે આ એક્શનમાં 6થી 10 પાકિસ્તાની સૈનિક ઠાર મરાયા છે અને કેટલાક આતંકીઓને પણ ઢેર કરી દીધા છે. અથમુકમ, જૂરા, કુંદલશાહીમાં અમે આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા અને ઘૂસણખોરી રોકવા માટે એક્શન લીધું. કલમ 370 દૂર થયા બાદ અમને સતત ઘૂસણખોરીના ઇનપુટ મળી રહ્યાં હતા.

આર્મી ચીફે કહ્યું કે, પાકિસ્તાનના એક્શનથી બહુ મોટું હશે અમારૂ રિએક્શન. આતંકવાદી ઘૂસણખોરી માટે નવા નવા રસ્તાઓ અપનાવી રહ્યા છે પરંતુ અમે તેમનો મુકાબલો કરવા માટે સમગ્ર રીતે તૈયારી છીએ.

બિપિન રાવતે કહ્યું કે, ગત થોડા મહિનાઓમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીની કેટલીક ઘટનાઓ સામે આવી છે. અમારી પાસે જરૂરી સૂચના હતી કે આતંકવાદીઓ ઘૂસણખોરીના પ્રયત્નો કરી રહ્યા છે, જ્યાર બાદ આ એક્શન લેવામાં આવ્યો અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો.

 જમ્મૂ કાશ્મીરના તંગઘાર સેક્ટરમાં પાકિસ્તાનની ગોળીબાર બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં રાખીને રક્ષા મંત્રાલય પણ એલર્ટ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ સ્થિતિ પર સતત સેના પ્રમુથ જનરલ બિપિનવ રાવત સાથે સંપર્કમાં છે.પાકિસ્તાને ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસણખોરી એવા સમયે કરી હતી જ્યારે સોમવારે રક્ષા મંત્રી અને આર્મી ચીફ લદ્દાખ પ્રવાસ પર જવાના છે.

(12:00 am IST)