Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

મી ટુ : અનુ મલિકની ટીવી શોથી હકાલપટ્ટી

અનેક યુવતીઓ દ્વારા આક્ષેપો

મુંબઈ, તા. ૨૧: મી ટુના આરોપોનો સામનો કરી રહેલા ગાયક અને સંગીતકાર લોકપ્રિય અનુ મલિકની શોમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ચેનલે રવિવારના દિવસે નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી હતી. ચેનલે કહ્યું છે કે, અનુ મલિક હવે ઇન્ડિયન આઈડોલ જ્યુરીનો હિસ્સો રહ્યા નથી. આ શો પોતાના કાર્યક્રમ મુજબ આગળ વધશે. ટૂંકમાં જ ભારતીય સંગીતના કોઇ મોટા નામને ગેસ્ટ તરીકે લાવવામાં આવશે. વિશાલ અને નેહાની સાથે ત્રીજી વ્યક્તિને જોડવામાં આવશે. અનુ મલિક પર હજુ સુધી ચાર મહિલાઓ દ્વારા સતામણીના આક્ષેપ કરવામાં આવી ચુક્યા છે જેમાં ગાયક શ્વેતા પંડિત, સોના મહાપાત્રા અને અન્ય બે નામ જાહેર કરવામાં આવ્યા નથી. અનુ મલિક પર મુકવામાં આવેલા આક્ષેપોના સંદર્ભમાં ચેનલે કહ્યું છે કે તેમની સામે કોઇ વલણ અપનાવવામાં આવ્યું નથી. આ મુદ્દે સતત બેઠક થઇ રહી છે. બીજી બાજુ પાંચમી સિઝનમાં સ્ટાફ મેમ્બર રહેલી એક મહિલાએ કહ્યું છે કે, તે એવી અનેક મહિલાઓને જાણે છે જે અનુ મલિકના હાથે શોષણના શિકાર બની ચુકી છે. ન્યુયોર્ક સ્થિત નિર્માત્રી ડેનિક ડીસુઝાએ ખુલાસો કર્યો છે કે, ઇન્ડિયન આઈડોલના શૂટિંગ દરમિયાન તમામને અનુ મલિકના વર્તન અંગે માહિતી છે છતાં કેટલાક લોકો અવગણના કરે છે. અનુ મલિક ઉપર શ્વેતાએ જાતિય સતામણીનો આક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે, ૨૦૦૧માં તેની સાથે ખરાબ વર્તન થયું હતું તે વખતે તે ૧૫ વર્ષની હતી.

(9:34 pm IST)
  • અમદાવાદ:MLA ગુજરાત લખેલી કારચાલકની દાદાગીરી:ડો.મિતાલી વસાવડાને બોલ્યા અપશબ્દો:ડો.મિતાલી શેલ્બી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે :MLA ગુજરાત લખેલી કારનાં ચાલકે બોલ્યા અપશબ્દો:પ્રજાના સેવકનાં કારચાલકનું ડોક્ટર સાથે અસભ્ય વર્તન: મહિલા ડોક્ટરે સોલા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ access_time 10:03 pm IST

  • બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂની 7440 બોટલ અને ટ્રેઈલર સહિત કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પાઉડરની બોરી વચ્ચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે પાંથાવાડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે access_time 7:57 pm IST

  • અમરેલી-ધારીના માણાવાવ ગામ નજીકથી ગેરકાયદેસર વૃક્ષ કટીંગ ઝડપાયું:લાકડા ભરેલ આયસર ટ્રક પોલીસે ઝડપી પાડ્યું :ટ્રક ઝડપાયા બાદ વૃક્ષ છેદનનો થયો પર્દાફાશ:અત્યાર સુધી 7 લાખ 20 હજારના લાકડાનું કટીંગ કરી વેચી દેવાયું: પોલીસે 3 સામે ગુન્હો નોંધીને મુદામાલ સહીત આરોપી વનવિભાગને સોંપ્યા . access_time 9:45 pm IST