Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

MP: મોદી સરકારના આ મંત્રીએ ભાજપને આપ્યો મોટો ઝટકો, RLSPએ પોતાના 56 ઉમેદવારોની પહેલી સૂચિ જાહેર કરી

 

નવી દિલ્હી: કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી (આરએલએસપી)એ મધ્ય પ્રદેશ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. આરએલએસપીના નેતા ઉપેન્દ્ર કુશવાહા મોદી સરકારમાં મંત્રી છે. જો કે બિહારમાં ભાજપ અને આરએલએસપીમાં ગઠબંધન છે. પરંતુ 28 નવેમ્બરે મધ્ય પ્રદેશમાં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટમીને ધ્યાનમાં રાખીને RLSPએ પોતાના 56 ઉમેદવારોની પહેલી સૂચિ શનિવારે જાહેર કરી છે. આ સાથે જ હવે સ્પષ્ટ છે કે ભલે કેન્દ્રમાં આ બંને પક્ષો સાથે હોય પરંતુ મધ્ય પ્રદેશમાં RLSP સત્તારૂઢ ભાજપને પડકાર ફેંકશે.

સૂત્રોના જણાવ્યાં મુજબ પહેલા ઉપેન્દ્ર કુશવાહાએ ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરીને યુપી અને મધ્ય પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં કુર્મી, કુશવાહા પ્રભાવવાળી બેઠકો પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ ભાજપ તરફથી કોઈ આશ્વાસન ન મળતા તેમણે મધ્ય પ્રદેશમાં અલગ રસ્તે જવાનો નિર્ણય લીધો છે.

ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ ઉપેન્દ્ર કુશવાહાના આ પગલાને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમા લઈને ભાજપ પર દબાણના રાજનીતિ તરીકે જોવામાં આવી રહ્યું છે. કારણ કે ગત વખતે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી RLSPએ બિહારમાં 3 લોકસભા બેઠકો પર જીત મેળવી હતી.

નીતિશકુમાર એકવાર ફરીથી એનડીએના ખેમામાં આવી જતા રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે જે મુજબ ભાજપ આ વખતે ફક્ત કરાકટ અને સીતામઢી લોકસભા બેઠકો જ બિહારમાં RLSPને આપવાના મૂડમાં જોવા મળી રહી છે. આ બેઠકો પર જ ગત વખતે RLSPએ જીત મેળવી હતી. આ જ કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે બિહારમાં સીટ શેરિંગને લઈને RLSPએ મધ્ય પ્રદેશમાં પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

જો કે ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા RLSP રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભગવાન સિંહ કુશવાહાએ દબાણની રણનીતિવાળી વાતને ફગાવતા કહ્યું કે દરેક પાર્ટીને અધિકાર છે કે તે પોતાના વિસ્તાર અંગે વિચારે. નીતિશકુનમારની જેડીયુ પણ આમ જ કરે છે. આ સાથે એમ પણ કહ્યું કે અમે બિહારમાં એનડીએ સાથે છીએ, તેની બહાર નહીં.

(3:31 pm IST)