Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

૧૯૯૧ની જેમ ફરીથી અયોધ્‍યામાં રામંદિર બાંધવાની માંગ સાથે અયોધ્‍યા કુચનો પ્રારંભ

નવી દિલ્‍હી :  1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાંથી કૂચ શરૂ થઈ છે. જેમાં સારી એવા સંખ્યામાં લોકો અયોધ્યા જવા નીકળ્યા છે. 21 ઓક્ટોબરના રોજ આંતરરાષ્‍ટ્રીય હિંદુ પરિષદના ડૉ. પ્રવિણભાઈ તોગડીયાના નેતૃત્‍વમાં રામ મંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્‍યા કૂચ રવાના થશે અને તા. 23ના રોજ અયોઘ્‍યામાં વિશાળ હિંદુ સંમેલન યોજાશે. આ કૂચ અયોઘ્‍યામાં ભવ્‍ય રામ મંદિર તાત્‍કાલિક બનાવવામાં આવે તે માટે યોજવામાં આવી છે. આ કૂચમાં અમરેલીમાંથી રામભક્તો આંતરરાષ્ટ્રીય હિન્‍દુ પરિષદના સૌરાષ્‍ટ્ર પ્રાંતના મંત્રી નિર્મળ ખુમાણ, સૌરાષ્‍ટ્ર પ્રાંતના રાષ્‍ટ્રીય બજરંગદળના મંત્રી નિતીન વાડદોરિયા, અમરેલી જિલ્‍લા મંત્રી દિલીપ બામટા, રાષ્‍ટ્રીય કિશાન પરિષદના મંત્રી મજબુતસિંહ બસીયા વગેરે શનિવારે લખનૌ કૂચમાં જોડાવા માટે રવાના થશે. આ સૌને અમરેલી જિલ્‍લાના કાર્યકર્તાઓએ વિદાય આપી અને રામ મંદિરના નિર્માણમાં સહભાગી થવા માટે શુભેચ્‍છા પાઠવી હતી.

(2:26 pm IST)
  • કર્ણાટકના પ્રસિદ્ધ લિંગાયત સંત સિદ્ધલિંગ સ્વામીનું ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રના ગદાંડમાં નિધન : સિદ્ધલિંગ સ્વામીના તોતાડાર્ય મઠના એક સભ્યે આ માહિતી આપી :મુખ્યમંત્રી કુમારસ્વામીએ સિદ્ધલિંગ સ્વામીના નિધન પર ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી access_time 12:42 am IST

  • અમદાવાદ :ડીવાયએસપી બી પી રોજીયાનું ફરી ATSમાં પોસ્ટીંગ:અગાઉ રોજીયાની બઢતી સાથે રાજકોટ પશ્ચિમ ઝોનમાં થયુ હતુ પોસ્ટીંગ access_time 9:42 pm IST

  • અમરેલી-ખાંભા અને મોટા બારમણની સસ્તા અનાજની બે દુકાનો સીઝ કરાઈ:પુરવઠા વિભાગ દ્વારા તપાસમાં ગેરરીતી જણાતા કરાઈ કાર્યવાહી.. access_time 9:44 pm IST