Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

દિલ્‍હીની જનતામાં મુખ્‍યમંત્રી પદ માટે કેજરીવાલની પસંદગીને જ અગ્રતા

માત્ર 19 ટકા મતદારોએ જ શીલા દીક્ષિતને મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદ કરી

નવી દિલ્‍હી :  દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રીના પદ માટે આજે પણ લોકોની પ્રથમ પસંદ છે. સાથે જ તેમની સરકારના કામકાજથી લોકો વધુ સંતુષ્ટ છે અને ઓછા લોકો નાખુશ છે. ઇન્ડિયા ટુડે પોલિટિકલ સ્ટોક એક્સચેન્જ (PSE)ની સાતમી આવૃત્તિ અનુસાર સરવેમાં દિલ્હીમાં 47 ટકા લોકોએ મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલને પ્રથમ પસંદ બતાવ્યા છે.

11થી 17 ઓક્ટોબર વચ્ચે કરવામાં આવેલા સરવે અનુસાર દિલ્હીમાં 47 ટકા મતદારો અરવિંદ કેજરીવાલને જ મુખ્યમંત્રી તરીકે કારભાર સોંપવા ઇચ્છે છે. લોકપ્રિયતાની બાબતે તેઓ પોતાના પ્રતીદ્વંધી અને દિલ્હીની પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત કરતા ઘણા આગળ છે.

માત્ર 19 ટકા મતદારોએ જ શીલા દીક્ષિતને મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદ જણાવ્યા હતા. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધનને 13 ટકા અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીને 9 ટકા મતદારોએ મુખ્યમંત્રી તરીકે પોતાની પસંદ જણાવ્યા હતા.

PSE સરવે અનુસાર અરવિંદ કેજરીવાલના નેતૃત્વ વાળી હાલની AAP સરકારના કામકાજથી દિલ્હીના 41 ટકા વોટરો સંતુષ્ટ છે. સરવેમાં ભાગ લેનાર 35 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલ સરકારના કામકાજ પર નાખુશી દર્શાવી હતી જ્યારે 21 ટકા વોટરોએ તેમની કામગીરીને સરેરાશ જણાવી હતી.

(12:25 pm IST)