Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

તિબેટમાં બ્રહ્મપુત્રાનું રચાયેલ કુત્રિમ તળાવથી ભય :આસામ- અરુણાચલ પ્રદેશમાં પુરનો ખતરો : NDRFની 32 ટીમો તૈનાત

 

ગુવાહાટી : ભુસ્ખલનનાં કારણે તિબેટમાં બ્રહ્મપુત્રા નદીનું વહેણ પ્રભાવિત થતા એક કૃત્રિમ તળાવ બન્યું છે તળાવમાં વધી રહેલા પાણીથી અસમ અને અરૂણાચલ પ્રદેશમાં અચાનક પુર આવવાની આશંકા છે.અસમ અને અરૂણાચલ પ્રદેશમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 32 ટીમોને તૈનાત કરવામાં આવી છે

   એનડીઆરએફએ કહ્યું કે અચાનક પુરની આશંકાને જોતા અરૂણાચલપ્રદેશ અને અસમનાં કેટલાક જિલ્લાઓમાં એનડીઆરએફની 32 ટીમો તૈનાત કરાઈ છે

 ચીની ઇમરજન્સી સર્વિસે જણાવ્યું કે, તેણે ભુસ્ખલન બાદ અહીંથી આશરે 6000 લોકોને સુરક્ષીત બચાવ્યા છે. અત્યાર સુધી કોઇના ઘાયલ થયાનાં સમાચાર નથી. મળતી માહિતી અનુસાર ચીન ભારતને બ્લોકેજ અંગે અપડેટ આપી રહ્યું છે

(12:00 am IST)