Gujarati News

Gujarati News

News of Thursday, 21st September 2023

G20 સમિટ દરમિયાન આલીશાન પ્રેસિડેન્‍શિયલ સ્‍યુટ બુક હોવા છતાં નોર્મલ રૂમમાં કેમ રોકાયા હતા જસ્‍ટિન ટ્રુડો?

પાંચ દિવસ સુધી એક હોટલમાં રોકાયા જસ્‍ટિન ટ્રુડો : પ્‍લેનમાં ટેક્‍નિકલ ખામી સર્જાતા જસ્‍ટિન ટ્રુડોને વધુ બે દિવસ ભારતમાં રોકાવું પડયું હતું

નવી દિલ્‍હી,તા. ૨૧ : ખાલિસ્‍તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્‍યા મામલે ભારત પર સનસનાટીભર્યા આરોપો લગાવીને દુનિયાભરમાં ચર્ચામાં આવેલા જસ્‍ટિન ટ્રુડોને લઈને ચોંકાવનારી માહિતી સામે આવી છે. તાજેતરમાં જ G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્‍હી આવેલા જસ્‍ટિન ટ્રુડો પાંચ દિવસ સુધી એક હોટલમાં રોકાયા હતા. ભારત સરકારના મહેમાન હોવાના કારણે જસ્‍ટિન ટ્રુડોને પ્રેસિડેન્‍શિયલ સ્‍યુટ ફાળવવામાં આવ્‍યો હતો. પરંતુ, તેઓ સ્‍યુટમાં રહેવાને બદલે અન્‍ય સામાન્‍ય રૂમમાં રોકાયા હતા.

તમને જણાવી દઈએ કે, G20 સમિટમાં સામેલ થવા માટે ભારત આવેલા જસ્‍ટિન ટ્રુડો પર અન્‍ય નેતાઓની જેમ વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું ન હતું. તેઓ ૮મી સપ્‍ટેમ્‍બરે ભારત આવ્‍યા હતા અને ૧૦મી સપ્‍ટેમ્‍બરે તેઓ કેનેડા પરત જવાના હતા. જોકે, પ્‍લેનમાં ટેક્‍નિકલ ખામી સર્જાતા જસ્‍ટિન ટ્રુડોને વધુ બે દિવસ ભારતમાં રોકાવું પડ્‍યું હતું. કેનેડાથી અન્‍ય પ્‍લેન નવી દિલ્‍હી મોકલવામાં આવ્‍યું હતું અને તે ૧૨ સપ્‍ટેમ્‍બરે જસ્‍ટિન ટ્રુડોને લઈને પરત ફર્યું હતું. આવી સ્‍થિતિમાં જસ્‍ટિન ટ્રુડોએ ત્રણ દિવસને બદલે પાંચ દિવસ ભારતમાં રોકાવું પડ્‍યું હતું.

G20 સમિટ દરમિયાન કેનેડાના પીએમ જસ્‍ટિન ટ્રુડો નવી દિલ્‍હીની ધ લલિત હોટલમાં રોકાયા હતા. તેમના માટે હોટેલમાં એક અલગથી પ્રેસિડેન્‍શિયલ સ્‍યૂટ બુક કરવામાં આવ્‍યો હતો, પરંતુ તેમણે એક પણ દિવસ માટે પ્રેસિડેન્‍શિયલ સ્‍યૂટનો ઉપયોગ કર્યો ન હતો. તેઓ હોટેલમાં એક નોર્મલ રૂમમાં રોકાયા હતા.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, જસ્‍ટિન ટ્રુડો જયાં સુધી દિલ્‍હીમાં રહ્યા, ત્‍યાં સુધી તેઓ ધ લલિત હોટલના બીજા રૂમમાં જ રહ્યા. તમને જણાવી દઈએ કે દિલ્‍હીમાં તમામ રાષ્ટ્રાધ્‍યક્ષો માટે ભારત સરકારે સ્‍સ્‍ત્‍ભ્‍ હોટલ બુક કરાવી હતી. તમામ હોટલોમાં રાષ્ટ્રાધ્‍યક્ષો માટે અલગથી પ્રેસિડેન્‍શિયલ સ્‍યુટ બુક હતા. દિલ્‍હી પોલીસથી લઈને વિવિધ સુરક્ષા એજન્‍સીઓએ તમામ પ્રેસિડેન્‍શિયલ સ્‍યુટ્‍સની સંપૂર્ણ સુરક્ષાનું ધ્‍યાન રાખ્‍યું હતું. આમ છતાં કેનેડાના વડાપ્રધાનને પ્રેસિડેન્‍શિયલ સ્‍યુટમાં રોકાવાનું યોગ્‍ય ન લાગ્‍યું અને હોટલના સામાન્‍ય રૂમમાં રોકાયા. તેમનો આ નિર્ણય એક કોયડો બનીને રહ્યો.

પ્‍લેનમાં ખામીને કારણે જસ્‍ટિન ટ્રુડો ભારતમાં ખૂબ જ અસ્‍વસ્‍થ જોવા મળ્‍યા હતા અને તેઓ ૧૧ સપ્‍ટેમ્‍બરે ધ લલિત હોટેલમાં તેમના રૂમમાંથી બહાર પણ આવ્‍યા ન હતા. પ્‍લેનમાં ખામીને લઈને પણ જસ્‍ટિન ટ્રુડો કેનેડિયન મીડિયાના નિશાન પર રહ્યા. કેનેડિયન ટેલિવિઝન નેટવર્ક સીટીવી ન્‍યૂઝે એક રિપોર્ટમાં જણાવ્‍યું હતું કે, ‘આ શરમજનક છે, એક દેશ તરીકે આપણા માટે શરમજનક છે. એક પ્‍લેન જેમાં આપણા વડાપ્રધાન મુસાફરી રહ્યા છે, તેમાં ખામી સર્જાઈ છે, જે દર્શાવે છે કે આપણે આપણા ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની કેવી રીતે કાળજી રાખી રહ્યા છીએ.'

કેનેડાના ગ્‍લોબલ ન્‍યૂઝે એક રિપોર્ટમાં કહ્યું કે, વડાપ્રધાન મોદી અને જસ્‍ટિન ટ્રુડો વચ્‍ચે એક વિચિત્ર સંબંધ છે, જેનું સ્‍તર G20 સમિટ દરમિયાન વધુ નીચે આવી ગયું. ગ્‍લોબલ ન્‍યૂઝે કહ્યું, ‘ભારતીય મીડિયામાં ટ્રુડોને નિશાન બનાવવામાં આવ્‍યા. શિખર સંમેલન દરમિયાન ટ્રુડોને અલગ રાખવામાં આવ્‍યા હોવાની હેડલાઇન્‍સ બનાવવામાં આવી. પીએમ મોદી અને ટ્રુડો વચ્‍ચે માત્ર ટૂંકી દ્વિપક્ષીય બેઠક થઈ હતી, જયારે પીએમ મોદીએ અન્‍ય નેતાઓ સાથે લાંબી અને ઔપચારિક વાતચીત કરી હતી.

(9:46 am IST)