Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કેરળમાં કોરોનાનો કહેર ધીમો પડ્યો : દેશમાં નવા 27.323 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.145 દર્દીઓ રિકવર થયા : વધુ 385 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.45.801 થયો :એક્ટીવ કેસ 2.95. 107 થયા : કુલ કેસની સંખ્યા 3.35.30.077 થઇ

સૌથી વધુ કેરળમાં 15.768 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3131 કેસ, મિઝોરમમાં 1731 કેસ, તામિલનાડુમાં 1647 કેસ, આંધ્રપ્રદેશમાં 1179 કેસ, કર્ણાટકમાં 818 કેસ, પશ્ચિમ બંગાળમાં 537 કેસ, ઓરિસ્સામાં 462 કેસ, આસામમાં 441 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 27.323 કેસ નોંધાયા છે. જ્યારે 34.145 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 27.323 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 385 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.45.801 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 27.323 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.35.30.077 થઇ છે, એક્ટિવ સંખ્યા 2.95.107 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34.145 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.27.76.207 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી કેરળમાં 15.768 કેસ, મહારાષ્ટ્ર્રમાં 3131 કેસ, મિઝોરમમાં 1731 કેસ, તામિલનાડુમાં 1647 કેસ, આંધ્રપ્રદેશમાં 1179 કેસ, કર્ણાટકમાં 818 કેસ, પશ્ચિમ બંગાળમાં 537 કેસ, ઓરિસ્સામાં 462 કેસ, આસામમાં 441 કેસ  નોંધાયા છે

(12:56 am IST)