Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

શરદ પવારે કોંગ્રેસની પીઠ પર છરો મારી પોતાની પાર્ટી બનાવી : શિવસેનાના નેતા અનંત ગીતના નિવેદનથી રાજકીય ખળભળાટ

શરદ પવારને કારણે શિવસેના અને ભાજપના સંબંધોના ખટાસ આવી : એનસીપી અને કોંગ્રેસ એક ન થઈ શકે તો પછી શિવસેના પણ કોંગ્રેસની નીતિ પર નહી ચાલી શકે

મુંબઈ : મહારાષ્ટ્ર ગઠબંધન સરકાર ફરી ચર્ચાના ચકડોળે ચડી છે એનસીપી અધ્યક્ષ શરદ પવાર પર શિવસેના દ્વારા ફરી આકરા પ્રહાર કરાયા છે, જેમા શિવસેના નેતા અનંત ગીતે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે પોતાની પાર્ટી બનાવવા કોંગ્રેસની પીઠ પર છરો મારવા વાળા નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર ક્યારે શિવસેનાના ગુરુ નહી બની શકે. શિવસેનાના નેતાએ આપેલા આ નિવેદનને લઈને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.

   વધુમાં શિવસેના નેતાએ કહ્યું કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન વાળી સરકાર માત્ર એક સમજૂતી છે. સાથે જ કહ્યું કે પવારને એમવીએ સરકારનો વાસ્તુકાર તેમજ ધુરી માનવામા આવે છે. જેના કારણે શિવસેના અને બીજેપીના સંબધોમાં ખટાસ થઈ અને પછી ગઠબંધન વાળી સરકાર બની હતી. 

અનંત ગીત 2019ની લોકસભા ચૂંટણી વખતે એનસીપી નેતા સુનીલ તટકરે સામે નજીવા વોટથી હારી ગયા હતા. હાલ તટકરેની પુત્રી એમવીએ સરકારમાં રાજ્યમંત્રી છે. ગત સોમવારે અનંત ગીતે કહ્યું કે શરદ પવાર ક્યારેય નેતા નહી બની શકે કારણકે તેમની સરકાર માત્ર એક સમજૂતી છે. સાથેજ તેમણે બાલાસાહેબ ઠાકરેને તેમના ગુરુ માનીને કહ્યું કે શિવસેનાની સરકાર જ્યા સુધી કામ કરી રહી છે ત્યા સુધી ચાલતી રહેશે. 

  અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે શિવસેના નેતાએ કહ્યું કે શરદ પવારે કોગ્રેસની પીઠ પર છરો મારીને પોતાની સરકાર બનાવી છે જેના લઈને મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મલી રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે એનસીપી અને કોંગ્રેસ એક ન થઈ શકે તો પછી શિવસેના પણ કોંગ્રેસની નીતિ પર નહી ચાલી શકે

(8:37 pm IST)