Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજકીય પક્ષો ગુંડાઓ અને ગુનેગારોને પ્રોત્સાહિત કરે છે : તેમને ચૂંટણી લડવા ટિકિટ આપે છે : પૂરતા હથિયારોના અભાવે અને સ્ટાફની શોર્ટેજને કારણે પોલીસ વામણી પુરવાર થઇ રહી છે : અલ્હાબાદ હાઈકોર્ટ ગેંગસ્ટર્સને ટિકિટ નહીં આપવા તમામ રાજકીય પક્ષોને સાથે મળી નિર્ણય લેવા અનુરોધ કર્યો

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટ ગેંગસ્ટર્સને ટિકિટ નહીં આપવા તમામ રાજકીય પક્ષોને સાથે મળી નિર્ણય લેવા અનુરોધ કર્યો છે. તથા જણાવ્યું છે કે રાજકીય પક્ષો ગુંડાઓ અને ગુનેગારોને પ્રોત્સાહિત કરે છે .તેમને ચૂંટણી લડવા ટિકિટ આપે છે .સામે પક્ષે પૂરતા હથિયારોના અભાવે અને સ્ટાફની શોર્ટેજને કારણે પોલીસ વામણી પુરવાર થઇ રહી છે .

નામદાર કોર્ટે આજરોજ મંગળવારે જણાવ્યું હતું કે રાજકીય પક્ષો ગુનામાં સામેલ ગુંડાઓ અને ગુનેગારોને આવકારી તેમની રોબિનહૂડ છબી દર્શાવી રહ્યા છે .(વિનય કુમાર તિવારી વિ. યુપી રાજ્ય).

કોર્ટે કહ્યું કે ઘણી વખત રાજકીય પક્ષો આવા ગુનેગારોને ચૂંટણી લડવા માટે ટિકિટ આપે છે અને તેઓ જીતી પણ જાય છે. આથી આ વલણને જલદીથી અટકાવવાની જરૂર છે. તમામ રાજકીય પક્ષોએ બેસીને એક સાથે નિર્ણય લેવો જરૂરી છે કે રાજકારણમાં ગુંડાઓ અને ગુનેગારોને નિરાશ કરવામાં આવશે અને જાહેર ચૂંટણીમાં કોઈ રાજકીય પક્ષ તેમને ટિકિટ આપશે નહીં.

સિંગલ જજ જસ્ટિસ પ્રદીપ કુમાર શ્રીવાસ્તવે ગત વર્ષે ગેંગસ્ટર વિકાસ દુબેને પોલીસ કાર્યવાહી સંબંધિત માહિતી લીક કરવાના આરોપમાં પકડાયેલા બે પોલીસકર્મીઓની જામીન અરજી ફગાવી દેતા આ નિરીક્ષણો કર્યા હતા.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:42 pm IST)