Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ભાજપના આગેવાન કિરીટ સોમૈયા વિરુદ્ધ 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો : રત્નાગિરી જિલ્લામા બાંધકામો અંગે કથિત બદનક્ષીજનક ટ્વીટ કરતા મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અનિલ પરબે બોમ્બે હાઇકોર્ટમાં દાવો દાખલ કર્યો

મુંબઈ : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબે ભાજપના મહારાષ્ટ્ર એકમના ઉપપ્રમુખ કિરીટ સોમૈયા (અનિલ પરબ વિ. કિરીટ સોમૈયા) સામે બોમ્બે હાઈકોર્ટમાં 100 કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.

કેબિનેટ મંત્રી પરબે દાવો કર્યો હતો કે સોમૈયાએ મહારાષ્ટ્રના રત્નાગિરી જિલ્લામાં હાથ ધરવામાં આવેલા કેટલાક બાંધકામોના સંબંધમાં જૂન 2021 માં કથિત રીતે તેમની વિરુદ્ધ બદનક્ષીજનક ટ્વીટ પ્રકાશિત કરી હતી. જે મુજબ પરબ કથિત રીતે એક કૌભાંડમાં સામેલ હતા જેમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું.

પરબે જણાવ્યું હતું કે સોમૈયાએ દર્શાવેલા કથિત બાંધકામ સાથે તેમનો કોઈ સંબંધ નથી.વધુમાં, તેમણે દલીલ કરી હતી કે કોઈ પણ વૈધાનિક એજન્સી અથવા સત્તાએ તેમને કોઈ પણ કૌભાંડના સંબંધમાં કોઈ નોટિસ જારી કરી ન હતી .

પરબે દાવો કર્યો હતો કે વિષય પર સોમૈયા દ્વારા ક્રમિક ટ્વીટને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા આવરી લેવામાં આવી હતી જેના પરિણામે પરબને "પત્રકારો, તેમજ સરકાર અને તેમના રાજકીય પક્ષ દ્વારા પુછાયેલા પ્રશ્નોની ચોખવટ કરવાની ફરજ પડી હતી.

વધુમાં પરબે સોમૈયાના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરીને ઓછામાં ઓછા બે અગ્રણી અંગ્રેજી અખબારો અને પ્રાદેશિક ભાષાના અખબારોમાં જાહેર માફી સાથે સોગંદનામા પર બિનશરતી માફી માંગવાની માંગ કરી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)