Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

જેલમાંથી નીકળતી વખતે રડયો રાજ કુંદ્રાઃ ઘરેથી શિલ્પા શેટ્ટીએ મોકલ્યા હતા નવા કપડા

મુંબઇ, તા.૨૧:પોર્નોગ્રાફી કેસમાં બે મહિના સુધી જેલમાં રહ્યા બાદ રાજ કુંદ્રા આજે (૨૧ સપ્ટેમ્બર) આખરે દ્યરે પહોંચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, ૧૯ જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. જેલમાંથી બહાર નીકળ્યો ત્યારે રાજ કુંદ્રાનું વજન દ્યણું દ્યટી ગયેલું હોવાનું જણાતું હતું, આ સિવાય તેની સફેદ દાઢી પણ વધેલી હતી.

રાજ કુંદ્રા જેલમાંથી બહાર આવ્યો તેની માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, શિલ્પા શેટ્ટીનો રવિ નામનો એક આદમી જેલમાં અંદર ગયો હતો અને તે પોતાની સાથે રાજ કુંદ્રા માટે એક જોડી નવા કપડા લાવ્યો હતો. તેણે તે કપડા બદલ્યા હતા, કપાળમાં તિલક કર્યું હતું અને બાદમાં જેલમાંથી બહાર આવ્યો હતો. રાજ કુંદ્રા જયારે બહાર આવ્યો ત્યારે દ્યણો ભાવુક થયો હતો અને તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા હતા. તેણે તમામ મીડિયાકર્મીઓ તેમજ ફોટોગ્રાફર્સની અવગણના કરી હતી અને તેની રાહ જોઈ રહેલી કારમાં ગયો હતો, જે બાદમાં તેને તેની મર્સિડિઝ સુધી લઈ ગઈ હતી. જે તેને ઘરે લઈ જવા મોકલવામાં આવી હતી અને થોડી દૂર ઉભી હતી'.

(3:45 pm IST)