Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજુ કુન્દ્રા પાસેથી ૧૧૯ પોર્ન વીડિયો મળેલ : ૯ કરોડમાં વેચવાનો હતો પ્લાન

મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ખુલાસો કર્યો

મુંબઈઃતા.૨૧: અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપમાં રાજ કુન્દ્રાની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમને સોમવારે જામિન મળી ગયા છે. જયાર બાદ તેમને આજે છોડી મુકવામાં આવશે. ૫૦ હજાર રૂપિયા આપીને જામિન મળવનાર કુન્દ્રાને લઈને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાની પાસેથી તેમને ૧૧૯ અશ્લીલ વીડિયો મળ્યા હતા જેને તે ૯ કરોડ રૂપિયામાં વેચવાના હતા.

રિપોર્ટ અનુસાર મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કહ્યું કે તપાસ દરમિયાન પોલીસને બિઝનેસમેન રાજ કુન્દ્રાના મોબાઈલ, લેપટોપ અને એક હાર્ડ ડિસ્કમાંથી ૧૧૯ અશ્લીલ વીડિયો મળ્યા છે. આ વીડિયોને ૯ કરોડ રૂપિયામાં વેચવાની યોજના બનાવવામાં આવી રહી હતી.

મજીસ્ટ્રેટ કોર્ટે ૫૦ હજાર રૂપિયા પર તેમને જામિન આપ્યા છે. આ પહેલા કંન્દ્રાએ દાવો કર્યો હતો કે તેને બલિનો બકરો બનાવવામાં આવી રહ્યો છે. રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી ગઈ હતી. પોલીસે તેની પણ પુછપરછ કરી હતી.

(2:55 pm IST)