Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ઉધમપુરમાં ભારે ધુમ્મસ અને ખરાબ હવામાનને કારણે 2 ઓનબોર્ડ સાથેનું આર્મી હેલિકોપ્ટર ક્રેશ

પોલીસ અને સેનાની ટીમ શિવગઢ ધાર તરફ મોકલવામાં આવી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના શિવગઢ ધારથી હેલિકોપ્ટર દુર્ઘટના થઇ છે  પોલીસ અને સેનાએ જણાવ્યું કે, માહિતી મળ્યા બાદ પોલીસ અને સેનાની ટીમ શિવગઢ ધાર તરફ મોકલવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ભારે ધુમ્મસ છે, તેથી તે અત્યારે કહી શકાય નહીં કે તે હેલિકોપ્ટર ક્રેશ હતું કે ક્રેશ લેન્ડિંગ હતું. જમ્મુ -કાશ્મીર પોલીસે માહિતી આપી હતી કે ઉધમપુરના પટનીટોપ વિસ્તાર પાસે હેલિકોપ્ટર નીચે ઉતારવાની માહિતી સ્થાનિક લોકોએ આપી હતી. અમે આ વિસ્તારમાં ટીમ મોકલી છે.

(1:05 pm IST)