Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કયારે સુધરશે ચીન ? વળી ચૂંક ઉપડી : લડાખ પાસે ઉંચાઇવાળા ક્ષેત્રમાં યુધ્ધ અભ્યાસ શરૂ કર્યો

રાત્રીના સમયે લાઇવ ફાયર મશીન ગન સહિતના શસ્ત્રો વડે અભ્યાસ

નવી દિલ્હી તા. ૨૧ : એક મીડીયા રિપોર્ટ અનુસાર ચીનની પીપલ્સ લીબરેશન આર્મી દ્વારા ફરી એકવાર લદ્દાખ ક્ષેત્રમાં પોતાની સક્રિયતા વધારી દેવાઇ છે. શીન જીયાંગ જિલ્લાના ઉચ્ચ ઉંચાઇવાળા વિસ્તારોમાં રાત્રી સમયે પીએલએ દ્વારા યુધ્ધાભ્યાસ કરવામાં આવી રહ્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અખબારે રવિવારે જણાવ્યું કે, પીએલએના વોસ્ટર્ન થીયેટર કમાન્ડ જે ભારત સાથેની સીમા નિયંત્રણની જવાબદારી સંભાળી છે તેણે સરહદની પાસે રાત્રી યુધ્ધાભ્યાસ કર્યો છે.  સૈન્ય સમાચાર પત્ર પીએલએ ડેઇલી અનુસાર 'લગભગ ૫૦૦૦ મીટર (૧૬૪૦૦ ફુટ)ની ઉંચાઇ પર રાત્રી યુધ્ધ અભ્યાસ સૈન્ય દ્વારા કરાયો છે.' એક કંપની કમાન્ડર યોગ યાંગના હવાલાથી કહેવાયું છે કે અમે અમારા શેડયુલમાં સુધારો કર્યો છે અને સૈનિકો પાસે ઉચ્ચ ઉંચાઇવાળી તાલિમના ઉચ્ચ માપદંડો પુરા કરવાની જરૂરીયાત પર ભાર મુકાયો છે. યાંગે એ પણ કહ્યું કે, સેનાના જવાન બર્ફીલા ઉંચા વિસ્તારોને પાર કરીને રાતના સમયે લાઇવ ફાયર મશીનગનથી અભ્યાસ કરી રહ્યા છે.

(1:01 pm IST)