Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

PNBએ ગ્રાહકો સાથે કરે છેતરપિંડીઃ ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાના કારણોસર વસુલી લીધા ૧૭૦ કરોડ રૂપિયા

આટલા રૂપિયામાં ખરીદી શકાય તેમ છે ૩૪૦ કિલોથી વધુ સોનુ

નવી દિલ્હી તા. ૨૧ : જો તમે તમારા બેંક ખાતામાં ન્યૂનતમ રકમ નથી રાખતા, તો બેંક તમારા ખાતામાંથી કેટલાક રૂપિયા કાપી લે છે. ૨૦૨૦-૨૧માં પંજાબ નેશનલ બેન્કે ગ્રાહકો પાસેથી ૧૭૦ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે જેઓ ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવતા નથી. જોકે ૨૦૧૯-૨૦ની સરખામણીમાં તે ઓછું છે. ત્યારબાદ બેન્કે બેંકમાંથી લોકો પાસેથી ૨૮૬.૨૪ કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આ માહિતી RTI દ્વારા બહાર આવી છે.

ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં બેન્કે ત્રિમાસિક સરેરાશ બેલેન્સ ચાર્જ તરીકે રૂ. ૩૫.૪૬ કરોડની વસૂલાત કરી હતી. આ ચાર્જ બચત અને ચાલુ ખાતા બંને પર લાદવામાં આવ્યો હતો. ગયા નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં બેન્કે આવો કોઈ ચાર્જ વસૂલ્યો નથી. ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં બેન્કે આવા ચાર્જ તરીકે અનુક્રમે ૪૮.૧૧ કરોડ અને ૮૬.૧૧ કરોડ રૂપિયા વસૂલ્યા.

મધ્યપ્રદેશના સામાજિક કાર્યકર ચંદ્રશેખર ગૌરે આરટીઆઈ હેઠળ બેંક પાસેથી આ અંગે માહિતી માંગી હતી.    

આ સિવાય બેન્કે ગત નાણાકીય વર્ષમાં એટીએમ ચાર્જના રૂપમાં ૭૪.૨૮ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા, જયારે ૨૦૧૯-૨૦માં બેન્કે આ ફીમાંથી ૧૧૪.૦૮ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. ગયા નાણાકીય વર્ષના ­થમ ત્રિમાસિક ગાળામાં સરકારની સૂચનાઓને અનુસરીને બેન્કે એટીએમ ચાર્જ માફ કર્યો હતો. અન્ય એક પ્રશ્નના જવાબમાં બેંકે જણાવ્યું કે ૩૦ જૂન, ૨૦૨૧ સુધીમાં ,૨૭,૫૯,૫૯૭ ખાતા નિષ્ક્રિય હતા. તે જ સમયે ૧૩,૩૭,૪૮,૮૫૭ એકાઉન્ટ સક્રિય હતા.

(3:25 pm IST)