Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળોમાં ૧ લાખથી વધારે જગ્યા ખાલીઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદરાય

કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદરાયએ રાજયસભામાં બતાવ્યું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળો (સીએપીએફ)માં ૧ લાખથી વધારે જગ્યા ખાલી છે અને અધિકતર પદ સેવા નિવૃતિ, રાજીનામા અને મોત થવાના કારણે ખાલી છે. સર્વાધિક ર૮૯ર૬ જગ્યા બીએસએફમાં ખાલી છે. મંત્રીએ કહ્યું વિભિન્ન ફોર્સમાં ખાલી જગ્યામાં અધિકતર કોન્સ્ટેબલ ગ્રેડના પદ છે.

(11:44 pm IST)
  • સતત આઠમા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો: પેટ્રોલના ભાવ યથાવત: ડીઝલના ભાવમાં 18 પૈસાનો ઘટાડો :ડીઝલનાં ભાવમાં આજે આઠમા દિવસે 18 પૈસાનો ઘટાડો, જયારે પેટ્રોલનો ભાવ ત્રણ દિવસથી યથાવત. ભાવમાં ઘટાડો સવારે છ વાગ્યા થી લાગુ થશે. access_time 11:58 pm IST

  • ભારત સાથે એલએસીના વધી રહેલા ઘર્ષણ વચ્ચે, ચીની સૈન્ય PLA દ્વારા એક અહેવાલ મુજબ 3 નવા મોરચા ભારત વિરુધ્ધ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કવાયત હાથ ધરવાની સાથે ચીની સૈન્યની પશ્ચિમી થિયેટર કમાન્ડ દ્વારા તાજેતરમાં ઝિંજિયાંગ અને તિબેટમાં પણ સૈન્યબળ વધારવામાં આવી રહયાનું જાણવા મળે છે. access_time 7:28 pm IST

  • મહેસાણાના કડી પોલીસ સ્ટેશન દારૂકાંડને કેસમાં મુખ્ય સૂત્રધાર તત્કાલિન PI ઓ.એમ.દેસાઇની ધરપકડ. અગાઉ 2 PSI સહિત કુલ 6ની ધરપકડ થઈ હતી. access_time 10:03 pm IST