Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સંસદ પરિસરમાં વિરોધ પ્રદર્શન પર બેઠેલા રાજયસભાના સસ્પેન્ડ થયેલા ૮ સાંસદો

રાજયસભાના ઉપ-સભાપતિ હરિવંશ નારાયણસિંહથી દુર્વ્યવહાર કરવાને લઇ વર્તમાન સત્રના શેષ ભાગ માટે સસ્પેન્ડ થયેલ ડેરેક ઓબ્રાયન, ડોલાસેન, સંજયસિંહ, રાજીવ સાતવ, રિપુન બોરા, સૈયદ નસીર હુસેન, કે. કે. રાગેશ અને એલામરમ કરીમએ સંસદ પરીસરમાં વિરોધ પ્રદર્શન કર્યું વિપક્ષી પાર્ટિયોના હંગામાને લઇ સદન મંગળવાર સવારના ૯ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું.

(11:31 pm IST)
  • ભારત સાથે એલએસીના વધી રહેલા ઘર્ષણ વચ્ચે, ચીની સૈન્ય PLA દ્વારા એક અહેવાલ મુજબ 3 નવા મોરચા ભારત વિરુધ્ધ ખોલવામાં આવ્યા છે. દક્ષિણ ચીન સમુદ્રમાં કવાયત હાથ ધરવાની સાથે ચીની સૈન્યની પશ્ચિમી થિયેટર કમાન્ડ દ્વારા તાજેતરમાં ઝિંજિયાંગ અને તિબેટમાં પણ સૈન્યબળ વધારવામાં આવી રહયાનું જાણવા મળે છે. access_time 7:28 pm IST

  • સારા સમાચાર : ભારતમાં પૂનાની સસૂન જનરલ હોસ્પિટલમાં ઓક્સફર્ડ ની કોવીડ -19 રસીના ત્રીજા ચરણનું માનવ તબીબી પરીક્ષણ શરૂ કરાયું. access_time 11:20 pm IST

  • સીબીઆઈ દ્વારા ડેરી - આઈક્રીમ નિર્માતા કંપની ક્વાલિટી લિમિટેડ અને તેના ડિરેક્ટર્સ પર 1,400 કરોડના બેંક ઓફ ઈન્ડિયા હેઠળ ના 10 બેન્કના કન્સોર્ટિયમ સાથે ફ્રોડનો કેસ કર્યો : સીબીઆઈએ સોમવારે દિલ્હી અને સહારનપુર, બુલંદશહેર (ઉત્તર પ્રદેશ), અજમેર (રાજસ્થાન), પલવાલ (હરિયાણા) સહિતના અનેક શહેરોમાં કંપની અને તેના ડિરેક્ટર સહિતના આઠ સ્થળો પર તલાશી શરૂ કરી access_time 11:19 pm IST