Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

પત્નીને મોતને ઘાટ ઉતારી દેનાર સિંગાપોર સ્થિત ભારતીય મૂળના ક્રિષ્ના રાજુને 10 વર્ષની જેલ : 28 વર્ષના લગ્ન જીવન પછી પત્નીના ચારિત્ર્ય ઉપર શંકા કરવાનો કરૂણ અંજામ

સિંગાપોર : પોતાની પત્ની જયારે માત્ર 17 વર્ષની હતી ત્યારે તેની સાથે લગ્ન કરી લેનાર ક્રિષ્ના રાજુ  તેને બેહદ ચાહતો હતો.તેનું લગ્ન જીવન 28 વર્ષ સુધી સુખરૂપ ચાલ્યું હતું .પરંતુ ત્યાર પછી પત્નીને કોઈ સાથે આડા સબંધ હોવાની શંકા જતા તેણે પત્નીની બેરહેમી પૂર્વક હત્યા કરી નાખી હતી.જેના પરિણામે તેને સિંગાપોર કોર્ટે 10 વર્ષની જેલસજા ફરમાવી છે.
2016 ની સાલમાં ઉપરોક્ત ઘટના બની હતી.જે અંતર્ગત શંકાશીલ માનસ ધરાવતા 53 વર્ષીય  રાજુએ પત્ની ઉપર ઉપરાછાપરી 17 પ્રહારો કર્યા હતા જેમાં છાતી ઉપર કરેલા 5 પ્રહાર જીવલેણ નીવડ્યા હતા.રાજુને ડિપ્રેશનમાં આવી ગયો હોવાનું માન્ય રાખી તેને નામદાર કોર્ટે 12 વર્ષને બદલે 10 વર્ષની જેલસજા ફરમાવી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(8:36 pm IST)
  • રાજસ્થાનમાં : કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 4:00 pm IST

  • દિલ્હીઃ કોરોનાને મ્હાત આપી આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઉપસ્થિત રહેશે. AIIMSમાં સારવાર બાદ શ્રી શાહ ડિસ્ચાર્જ થયા હતા. access_time 9:53 pm IST

  • રાહુલ ગાંધી આકરા મીજાજમાં કહે છે કે મોદી સરકારે કૃષિ બીલ પસાર કરાવી ખેડૂતો વિરૂધ્ધ મોતનું ફરમાન કાઢયુ છે. લોકશાહી લજજીત બની છે જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું ઘમંડ તેમની આંખોમાંથી લોહીના આંસુ વહાવે છે. access_time 11:31 am IST