Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

યુરોપીઅન કન્ટ્રી હંગેરીનું ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન :ડેમોક્રેટ પાર્ટીનો નૈતિક સામ્રાજ્યવાદ નિષ્ફ્ળ નીવડ્યો હોવાથી રીપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ બીજી ટર્મ માટે યોગ્ય ઉમેદવાર : હંગેરીના પ્રાઈમ મિનિસ્ટર વિકટર ઓરબનનું મંતવ્ય

બુડાપેસ્ટ : યુરોપીઅન કન્ટ્રી હંગેરીના પ્રાઈમ મિનિસ્ટર વિકટર ઓરબને આજરોજ જણાવ્યું હતું કે અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પને બીજી ટર્મમાં ચૂંટી કાઢવા વધુ યોગ્ય છે.
તેમણે આ માટેના કારણમાં જણાવ્યું હતું કે ડેમોક્રેટ પાર્ટીનો નૈતિક સામ્રાજ્યવાદ નિષ્ફ્ળ નીવડ્યો છે.જેનો અમે અમારા દેશમાં અનુભવ કરી લીધો છે.તેથી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના બીજી ટર્મના પણ પ્રેસિડન્ટ બને તે વધુ યોગ્ય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:15 pm IST)
  • પંજાબમાં અમરિન્દર સરકારે પીએચડી અને ટેકનીકલ તથા વ્યવસાયીક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો ૨૧ સપ્ટેમ્બર (આજથી) ખોલવાની મંજુરી આપી છે. access_time 11:31 am IST

  • રાજસ્થાનમાં : કોરોનાને કારણે જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર સહિત ૧૧ જીલ્લા હેડકવાટરના જાહેર સ્થળોએ ૧૪૪મી કલમ લાગુ કરી ૪ કે ૪થી વધુ લોકોને એકત્ર થવા ઉપર મનાઇ ફરમાવી છે. ૩૧ ઓકટોબર સુધી કોઇ ધાર્મીક-સામાજીક સમારંભો નહિ થાય access_time 4:00 pm IST

  • દિલ્હીઃ કોરોનાને મ્હાત આપી આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં ઉપસ્થિત રહેશે. AIIMSમાં સારવાર બાદ શ્રી શાહ ડિસ્ચાર્જ થયા હતા. access_time 9:53 pm IST