Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

" શીખ અમેરિકન્સ ફોર બિડન " : સાઉથ એશિયન્સ ફોર બિડનના સહયોગ સાથે કરાયેલું લોન્ચિંગ : દેશમાં ગુંડાગીરી તથા હેટ ક્રાઇમનો ભોગ બનતા શીખ સ્ટુડન્ટ્સ તથા કોમ્યુનિટીને રક્ષણ અપાવવાનો હેતુ

વોશિંગટન : અમેરિકામાં છાશવારે હેટ ક્રાઇમનો ભોગ બનતા શીખ અમેરિકન્સને તથા તેમના પરિવારના સ્ટુડન્ટ્સને ગુંડાગીરીથી બચાવવા માટે પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડન પાસે નક્કર આયોજન તથા દાનત છે.તેવા અભિગમ સાથે સાઉથ એશિયન્સ ફોર બિડનના સહયોગથી " શીખ અમેરિકન્સ ફોર બિડન "નું લોન્ચિંગ કરાયું છે.
2017 ની સાલ પછી શીખો સાથે આચરાતી ગુંડાગીરીનું પ્રમાણ વધ્યું છે.જે દેશમાં ગુંડાગીરીના કુલ પ્રમાણ કરતા બમણું છે.જે અંગે શીખ એડવોકેટ જપજીસિંઘે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્કૂલોમાં શીખ સ્ટુડન્ટ્સ વધુ પ્રમાણમાં ગુંડાગીરીનો ભોગ બનતા જોવા મળ્યા છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પએ આ બાબતે આંખ મીચામણા કર્યા હતા.જયારે જો બિડન પાસે આ બાબતે રક્ષણાત્મક પોલિસી અપનાવવા  આયોજન છે તેથી શીખ અમેરિકન્સ ફોર બિડન નું લોન્ચિંગ કરાયું છે.

(6:27 pm IST)