Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ભારત - ચીન વચ્‍ચે LAC પર તંગદિલી ઘટશે ??

છઠ્ઠા તબક્કાની વાતચીત આજે ચીનના મોલ્‍ડોમાં

નવી દિલ્‍હી તા. ૨૧ : ભારત અને ચીનના ઉચ્‍ચ સૈન્‍ય કમાન્‍ડરો વચ્‍ચેની વાતચીત આજે ચીની વિસ્‍તાર મોલ્‍ડોમાં થશે. એલએસી પર ઉભા થયેલા તણાવ પછી આ છઠ્ઠા દૌરની લેફટેનટ જનરલ સ્‍તરની વાતચીત છે. આ વખતે તેમાં બંને દેશોના વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓ પણ હાજર રહેશે. આ પ્રતિનિધિ સંયુક્‍ત સચિવ સ્‍તરના હશે. સેનાના સૂત્રોએ આ માહિતી આપી છે.

આ મિટીંગ આજે સવારે ૧૧ વાગ્‍યે મોલ્‍ડોમાં થશે. કોર કમાન્‍ડર સ્‍તરની છેલ્લી બેઠક છ ઓગસ્‍ટે થઇ હતી. આ વખતે ઘણાં લાંબા સમય પછી આ મીટીંગ થઇ રહી છે. જો કે વચ્‍ચે બ્રિગેડીયર સ્‍તરની પાંચ બેઠકો

(11:00 am IST)
  • રાજયની તમામ રજીસ્‍ટર્ડ ગૌ-શાળા અને પાંજરાપોળને રૂા.૧૦૦ કરોડની સહાયઃ ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા access_time 4:36 pm IST

  • રાજકોટ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે છેલ્લાં 15 દિવસના આંકડાઓએ આરોગ્ય તંત્રને રાહત આપી છે. છેલ્લાં 15 દિવસ દરમિયાન રીકવરી રેટ 53 ટકાથી વધીને 76 ટકા પર પહોંચ્યો છે તેમ શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતું. access_time 7:28 pm IST

  • ચેન્નાઈને વધુ એક ફટકો : ડેવેન બ્રાવો ઈન્જર્ડ : આઈપીએલના પ્રથમ મેચમાં ચેન્નાઈએ મુંબઈને હરાવી જીતનું ખાતુ ખોલી નાખ્યું છેઃ ત્યારે ચેન્નાઈમાં સ્ટાર ખેલાડીઓ નથી. રૈના, હરભજન ટીમમાં નથીઃ ત્યારે ડેવેન બ્રાવો પણ ઈન્જર્ડ હોય અમુક મેચો રમી શકશે નહિ access_time 3:59 pm IST