Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

સોશ્યલ મીડિયામાં ફરતી કંકોતરી વિવાદમાં

લગ્નમાં ચાંદલો કે ભેટ મોંઘી આપશો તો સારૂ જમવાનું મળશે

નવી દિલ્હી, તા.૨૧: લગ્નની કંકોતરી મનાતા આરએસવીપી કાર્ડમાં 'તમે કેટલો ચાંલ્લો આપશો'કે 'કેવી ગિફ્ટ આપશો?'એવો સવાલ પૂછ્યો હોય તો કેવું લાગે? પરંતુ ખરેખર એ પ્રકારનું એક કાર્ડ સોશ્યલ મીડિયામાં વિવાદનો વિષય બન્યું છે. જે લોકોએ નોંધપાત્ર રકમનો ચાંલ્લો કર્યો હોય કે મોંઘી ભેટ આપી હોય તેમને સારું જમવા મળશે એવી સૂચના પણ કાર્ડમાં હતી. કન્યાપક્ષની મનાતી એ કંકોતરીમાં પોતાને મનગમતી મીઠાઈઓના હેમ્પર જેવી ભેટની અપેક્ષા પણ વ્યકત કરવામાં આવી હતી. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ રેડિટની વેડિંગ શેઇમિંગ કમ્યુનિટીએ એની પોસ્ટમાં એ કંકોતરી સુધ્ધાં અપલોડ કરી છે. એ પોસ્ટની નીચેની કમેન્ટ્સમાં આવી વૃત્તિ અને પ્રવૃતિ તરફ તિરસ્કાર અને અણગમો વ્યકત કરવામાં આવ્યો છે.

કંકોતરીમાં ભેટ-સોગાદોની ચાર કેટેગરી વર્ણવવામાં આવી હતી - લવિંગ ગિફ્ટ, સિલ્વર ગિફ્ટ, ગોલ્ડન ગિફ્ટ અને પ્લઙ્ખટિનમ ગિફ્ટ. લવિંગ ગિફ્ટમાં ૨૫૦ ડાઙ્ખલર (અંદાજે ૧૮,૪૦૦ રૂપિયા)નો ચાંલ્લો કરનારને રોસ્ટેડ ચિકન અને સ્વોર્ડ ફિશનું જમણ, સિલ્વર ગિફ્ટમાં ૨૫૧ ડોલર (અંદાજે ૧૮,૫૦૦ રૂપિયા)થી ૫૦૦ ડોલર (અંદાજે ૩૬,૮૦૦ રૂપિયા)નો ચાંલ્લો કે ગિફ્ટ આપનારને ઉપરોકત વાનગીઓમાં પસંદગી ઉપરાંત સ્લાઇસ્ડ સ્ટિક અને પોચ્ડ સાલ્મન, ગોલ્ડન ગિફ્ટમાં ૫૦૧ ડોલર (અંદાજે ૩૬,૯૦૦ રૂપિયા)થી ૧૦૦૦ ડોલર (અંદાજે ૭૩,૩૦૦ રૂપિયા)નો ચાંલ્લો કે ગિફ્ટ આપનારને પસંદગીના વ્યાપક વિકલ્પોમાં ફિલેટ મિગ્નોન અને લોબ્સ્ટર ટેઇલ્સનો સમાવેશ હતો. પ્લેટિનમ ગિફ્ટમાં ૧૦૦૧ ડોલર (અંદાજે ૭૨,૩૦૦ રૂપિયા)થી ૨૫૦૦ ડોલર (અંદાજે ૧.૮૪ લાખ રૂપિયા)નો ચાંલ્લો કે ગિફ્ટ આપનારને ઉપરોકત વિકલ્પો ઉપરાંત એકઝાઙ્ખટિક કરચલાની વરાઇટીઝ સાથે શેમ્પેન ઉપલબ્ધ કરાવવાની નોંધ કંકોતરીમાં કરવામાં આવી હતી.

(9:57 am IST)