Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રોગચાળામાં સ્ટાફની તંગીને પહોંચી વળવા ચીન-જપાન-સિંગાપોરમાં રોબો વપરાય છે

અનેક દેશોમાં યંત્રમાનવોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૨૧: રોગચાળામાં કામદારોની તંગીને પહોંચી વળવા માટે અનેક દેશોમાં યંત્રમાનવોનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ચીનની વુહાન તથા અન્ય શહેરોની હાઙ્ખસ્પિટલોમાં દરદીઓની સારવાર તેમ જ તબીબી કર્મચારીઓની સલામતી માટે હાઇટેક સાધનો વપરાઈ રહ્યાં છે. કેટલાંક મેડિકલ સેન્ટર્સમાં યંત્રમાનવો પણ વપરાય છે. ટેમ્પરેચર લેવા, સફાઈ કરવી, સેનિટાઇઝેશન કરવું, દરદીઓને જમવાનું પીરસવું જેવાં અનેક કામ રોબો કરે છે. ૫ઞ્ ટેકનોલોજી વડે સક્રિય રોબો ડોકટરોને સ્ટેટિસ્ટિકસ તથા રેકોર્ડ્સ જોવા માટે પણ ઉપયોગી થાય છે. અન્ય અનેક દેશોમાં આવી ટેકનોલોજી વપરાય છે. સિંગાપોરમાં બગીચામાં જતા રોબો ડોગ મુલાકાતીઓને સોશ્યલ ડિસ્ટન્સિંગની સૂચના આપતો જોવા મળ્યો હતો. એ 'યાંત્રિક શ્વાન'બોસ્ટન ડાયનેમિકસે બનાવ્યો છે. જપાનના કન્વિનિયન્સ સ્ટોર્સમાં સાત ફુટ ઊંચા રોબો અન્ય કામદારો જેવું કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

(9:56 am IST)