Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

હ્યુસ્ટન પહોંચ્યા વડાપ્રધાન મોદી : 'હાઉડી મોદી 'ને કરશે સંબોધન : સ્ટેડિયમ ફૂલ : કેટલાય લોકો વેઇટિંગ લિસ્ટમાં : ભારે થનગનાટ

મોદી માટે ખાસ પકવાન બનાવાયા : ' નમો થાળી ' તૈયાર કરાઈ

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યૂસ્ટન શહેર પહોંચી ચૂક્યા છે. તેઓ  હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરશે આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો ભાગ લેશે. હ્યૂસ્ટનમાં મોદી માટે ખાસ પકવાન બનાવવામાં આવી રહ્યા છે. પીએમ મોદી માટે સ્પેશિયલ 'નમો થાળી' તૈયાર કરવામાં આવી છે.

  વડાપ્રધાન  મોદી રાત્રે અમેરિકાના હ્યુસ્ટન પહોંચ્યા હતા. જોર્જ બ્રુસ એરપોર્ટ પર પીએમ મોદીનું સ્વાગત કરાયું.હતું પીએમ મોદી આજે અમેરિકામાં NRG સ્ટેડિયમમાં યોજાનારા કાર્યક્રમ હાઉડી મોદીમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ હાજર રહેશે. અમેરિકાના ટેકસાસમાં યોજાનારા આ કાર્યક્રમમાં અંદાજે 50 હજાર લોકો ભાગ લેશે.

આ સમારંભમાં અત્યાર સુધીમાં 50 હજાર ટિકિટ વેચાઇ ચૂકી છે. આ સિવાય કેટલાક લોકો વેટિંગ લિસ્ટમાં છે. હાઉડી મોદી કાર્યક્રમ અંદાજિત ત્રણ કલાક સુધી ચાલશે. આ સમારોહમાં પીએમ મોદી ભારતીયોને સંબોધિત કરશે. ટેક્સાસ રાજ્યના સૌથી મોટા શહેર હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ગેર લાભકારી સંગઠન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા આ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

(12:27 am IST)