Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

મદ્રાસ હાઇકોર્ટની ચીફ જસ્ટિસનુ રાજીનામુ મંજુર, કાર્યવાહક ચીફ જસ્ટિસ નિયુકત

        મદ્રાસ હાઇકોર્ટની ચીફ જસ્ટિસ વિજયા કે. તાહિલ રમાનીનુ  રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ સ્વીકાર કરી લીધુ છે. અને જસ્ટિસ વિનીત કોઠારીને કાર્યવાહક મુખ્ય ન્યાયાધિશ નિયુકત કર્યા છે.

         કોલેજિયમ એ જસ્ટિસ તાહિલરમાનીની બદલી મેઘાલય હાઇકોર્ટમા કરવાની ભલામણ કરી હતી અને પુર્નવિચારનો એમનો અનુરોધ ઠુકરાવ્યા પછી જસ્ટિસ તાહિલ રમાનીએ રાજીનામુ આપ્યુ હતુ.

(12:01 am IST)