Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

લિવ ઇન રિલેશનની તુલનામાં પરિણિત મહિલાઓ વધુ ખુશ

આરએસએસના સંગઠનના સર્વેમાં દાવો કરાયો :આરએસએસના વડા મોહન ભાગવત મંગળવારે રિપોર્ટ જારી કરશે : પુણેની ડીએસએપીકે દ્વારા સર્વે કામગીરી

નવીદિલ્હી, તા. ૨૧ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગરવારે સંઘ સાથે જોડાયેલા એક સંગઠન દ્વારા કરાયેલા સર્વે અંગેના રિપોર્ટની જાહેરાત કરનાર છે જેમાં કથિતરુપથી કહેવામાં આવ્યું છે કે, લિવ-ઇન રિલેશનશિપની સરખામણીમાં પરિણિત મહિલાઓ વધુ ખુશ રહે છે. આ સર્વે પુણેની દ્રષ્ટિ સ્ત્રી અધ્યયન પ્રબોધન કેન્દ્ર (ડીએસએપીકે) દ્વારા કરાયું અને મહિનાની શરૂઆતમાં પુષ્કરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય બેઠકમાં આ અંગેના પરિણામ પર ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુત્રોના જણાવ્યા અનુસાર સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, પરિણિત મહિલાઓમાં ખુશી સ્તર ખુબ જ વધુ રહે છે જ્યારે લિવ ઇન રિલેશનશિપમાં મહિલાઓનું ખુશીનું સ્તર ઓછું રહે છે. ભગવાન વિદેશી મિડિયા સમક્ષ હાજર થશે અને ત્યારબાદ આ સર્વે અંગે રિપોર્ટ જારી કરશે.

                 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચાર પ્રભારી અરુણ કુમારે શનિવારે અધિકારિક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ભાગવત એક નિયમિત પ્રક્રિયાના ભાગરુપે વિદેશી મિડિયા સમક્ષ હાજર થશે. આ વિવિધ ક્ષેત્રના લોકો સાથે હાજર થવા માટેની આરએસએસની નિયમિત પ્રક્રિયાનો એક ભાગ છે. ભાગવત આ દરમિયાન આરએસએસ, તેની કાર્યપ્રણાલી અંગે વિદેશી મિડિયા સાથે વિસ્તૃત વાતચીત કરશે. આ સર્વે પુણેની ડીએસએપીકે દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ભાગવત આગામી મંગળવારે સંઘ સાથે જોડાયેલા એક સંગઠન દ્વારા કરાયેલા સર્વે અંગેના પરિણામોનો રિપોર્ટ જારી કરશે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, પરિણિત મહિલાઓ લિવ ઇન રિલેશનશિપમાં રહેલી મહિલાઓ કરતા વધુ ખુશ હોય છે. આ અંગે આરએસએસના વડા મોહન ભાગવત રિપોર્ટ જારી કરશે.

(8:04 pm IST)