Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ભાજપના નેતા અને પૂર્વ કેન્‍દ્રીય મંત્રી સ્‍વામી ચિન્મયાનંદે યુવતિ અને તેના મિત્રો ઉપર બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો

શાહજહાંપુર: ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની જેલમાં પહેલી રાત સાવ સામાન્ય કેદી તરીકે પસાર થઈ. તેમના પર લોની વિદ્યાર્થીનીએ લગાવેલા શારીરિક શોષણના આરોપમાં એસઆઈટીએ તેમની શુક્રવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમને કોર્ટે 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતાં.

અત્રે જણાવવાનું કે લો કોલેજની વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદ પર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો હતો. પરંતુ આ જ પીડિત યુવતી અને તેના મિત્રો ઉપર સ્વામી ચિન્મયાનંદને બ્લેકમેઈલ કરવાનો પણ આરોપ છે. એસઆઈટી પાસે વિદ્યાર્થીની અને તેના મિત્રો દ્વારા બ્લેકમેઈલિંગના પુરાવા પણ છે.

ચિન્મયાનંદ પાસે 5 કરોડ માંગનારામાં પીડિત યુવતીનું નામ પણ સામેલ છે. મળતી માહિતી મુજબ આરોપ લગાવતા પહેલા યુવતી તરફથી 5 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીની વિરુદ્ધ એસઆઈટી પાસે નક્કર પુરાવા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીનીના 3 મિત્રોને પણ શુક્રવારે જેલ મોકલી દેવાયા છે. હવે પીડિત વિદ્યાર્થીની ઉપર પણ ધરપકડની તલવાર લટકી રહી છે.

(4:34 pm IST)