Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

હાઉડી મોદીમાં નરેન્દ્રભાઈ સાથે ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીઃ કોને ફાયદો ?

ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય મતદારોને આકર્ષિત કરવા માંગે છે... તો મોદીનું કદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વધશે

વાપી,તા.૨૧: અમેરિકાનું હ્યુસ્ટન મોદીમય બની રહ્યું છે. આવતી કાલે અહીં યોજાનાર કાર્યક્રમ હાઉડી મોદીમાં હજારો ભારતીયો ઉમટી પડવા આતુર બન્યા છે.

હજારો ભારતીયોની હાજરીવાળા કાર્યક્રમને સંબોધન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરનાર છે.

એક મંચ ઉપર ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્રભાઈ મોદી ભેગા થશે. એક છે વિશ્વની મહાસત્તા... તો બીજી બનશે વિશ્વની મહાસત્તા... અમેરિકાના આંગણે જ યોજાનાર આ કાર્યક્રમમાં ભારતીય સમુદાયને કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ સંબોધશે એ ઈતિહાસ સર્જાશે.

ખરેખર આ સ્થિતિ ભારતીય માટે એક ગર્વ સમાન કહી શકાય. કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિને પણ ભારતીય સમુદાયનું મહત્વ સમજાયું જણાય છે અને કદાચ આ શકય બન્યું છે માત્રને માત્ર નરેન્દ્રભાઈ મોદીના કારણે...

આપણે ત્યાં તો એક સ્લોગન બની ગયું છે ''મોદી હૈ- તો મુમકિન હૈ''...

(3:40 pm IST)