Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

હરિયાણામાં લાગુ થશે NRC: બીજા દેશોના લોકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો અધિકાર નહીં : ખટ્ટર

ખટ્ટરે કહ્યું એનઆરસી રાષ્ટ્રીય મુદ્દો :હરિયાણા સહિતના તમામ રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે.

નવી દિલ્હી : હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલા સીએમ મનોહર લાલ ખટ્ટરે એનઆરસી અંગે મોટું નિવેદન આપતા જણાવ્યું હતુ કે, એનઆરસી રાષ્ટ્રીય મુદ્દો છે. જેને હરિયાણા સહિતના તમામ રાજ્યોમાં લાગૂ કરવામાં આવશે. અને અન્ય દેશના નાગરિકોને મંજૂરી વગર ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી.

મોદી સરકારે આસામમાં એનઆરસીની યાદી જાહેર કરી છે. જે બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યુ હતુ કે, આસામ બાદ દેશભરમાં જરૂર પડશે તો એનઆરસી લાગૂ કરવામાં આવશે. જે બાદ મોદી સરકારનો પશ્વિમ બંગાળમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

બંગાળના સીએમ મમતા બેનર્જીએ જણાવ્યુ હતુ કે, જ્યાં સુધી હુ છુ ત્યાં સુધી પશ્વિમ બંગાળમાં એનઆરસીને લાગૂ થવા દેવામાં નહીં આવે.

(1:42 pm IST)