Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

૧૦૦ રૂપિયાની કિંમત શું છે, નવા ટ્રાફિક નિયમો લોકોના જીવ બચાવવા માટે છેઃ નીતિન ગડકરી

માર્ગ- અકસ્માતમાં દર વર્ષે લગભગ દોઢ લાખ લોકો જીવ ગુમાવે છે

નવી દિલ્હી,તા.૨૧: કેન્દ્રીય રોડ પરિવહન પ્રધાન નીતિન ગડકરી નવા ટ્રાફિક નિયમોનો વિરોધ કરનારા લોકોથી નાખુશ છે. ગડકરીએ જણાવ્યું કે ૧૦૦ રૂપિયાની કિંમત શું છે, મોટર વેહિકલ કાયદાના નિયમોના ઉલ્લંઘન માટે ભારે દંડ લોકોનું જીવન બચાવવા માટે છે, આવક માટે કે લોકપ્રિય રાજકારણ માટે નથી.

ગડકરીએ જણાવ્યું હતું કે વાહન કાયદાની નવી જોગવાઈનો ઉદેશ દંડ ભેગો કરવાનો નહીં, પરંતુ દુર્ઘટનાઓને રોકવાનો છે. વિરોધને કારણે લોકો કાયદાને સમજી શકયા નથી. મને તો એ જ નથી સમજાતું કે દિલ્હીના વાહનચાલક આ કાયદાનો વિરોધ કેમ કરી રહ્યા છે. જે ચાલક નિયમોનું પાલન  કરે છે તેમણે ડરવાની કોઈ જરૂર નથી.  કાયદો તેમનાં જીવન બચાવવા માટે વવામાં આવ્યો છે.

એક મીડિયા-રિપોર્ટ્સ મુજબ, ગકરીએ જણાવ્યું હતું કે દર વર્ષ લગભગદોઢ લાખ લોકો માર્ગેઅકસ્માતમાં મૃત્યુ પામે છે. ભારતમાં માર્ગ-અકસ્માતમાંમોટી સંખ્યા ૧૮થી ૩૫ વર્ષના લોકોનીછે. આનાથી જીડીપીમાં બે ટકાનું નુકસાન થાય છે. ૧૦૦ રૂપિયાની કિંમત શુંછે? આ દંડ કેન્દ્ર નહીં, રાજય સરકારપાસે જશે.

(11:17 am IST)