Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

પાક સેનાની ક્રુરતાનો ખુલાસો કરનાર માનવાધિકાર કાર્યકર્તા અમેરિકા ભાગી

પાકિસ્તાની સેનાની ક્રુરતાનો ખુલાસો કરવાવાળી પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર્તા ગુલાલઇ ઇસ્માઇલ પોતાના પરિવાર અને ખુદને ધમકીઓ મળ્યા પછી ભાગીને અમેરિકા ચાલી ગઇ છે.

ગુલાલઇએ પાકિસ્તાની મહિલાઓને ધરાર વિવાહ અને હોનર કિલીંગ જેવા અત્યાચારોને લઇ પણ અવાજ ઉઠાવ્યો હતો. ગુલાલઇ પર હિંસા ભડકાવવી અને દેશવિરોધી ગતિવિધીઓમાં સામેલ હોવાનો આરોપ છે.

ગુલાલઇ શ્રીલંકાના રસ્તે અમેરીકા ગઇ ૬ મહીના સુધી પાકિસ્તાનમાં છુપાઇ રહી હતી.

 

(12:00 am IST)