Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

વડાપ્રધાન મોદી અમેરિકાના સાપ્તાહિક પ્રવાસે : 22મીએ હ્યુસ્ટનમાં હાઉડી મોદી : 23મીએ ક્લાઇમેટ સમિટને સંબોધન : જાણો સમગ્ર કાર્યક્રમ

24મીએ બ્લૂમબર્ગના સીઇઓ સાથે મુલાકાત.:25મીએ CARICOMની બેઠકમાં ભાગ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 20 નેતાઓ સાથે મુલાકાતની શક્યતા.:27મીએ યૂએનજીએ સેશનને સંબોધિત કરશે

નવી દિલ્હી : વડાપ્રધાન મોદી અમેરિકાની પ્રવાસે જવા રવાના થશે તેઓ 21 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે રહેશે. પીએમ ર મોદી પોતાના અમેરિકાના પ્રવાસ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં બહુપક્ષીય વાતચીત કરશે. આ ઉપરાંત હ્યુસ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ભાગ લેશે અને અમેરિકા સાથે દ્વિપક્ષીય વાતચીતમાં સામેલ થશે. PM મોદીના અમેરિકાના પ્રવાસ પર વિશ્વની નજર છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની PM મોદીની મુલાકાત પર સૌની નજર છે.

  હ્યૂસ્ટનના NRG સ્ટેડિયમમાં ટેક્સાસ ઇન્ડિયા ફોરમ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય સમુદાયના 50 હજારથી વધુ લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે અને પીએમ મોદીની સાથે મંચ પર હાજર રહેશે.

21 સપ્ટેમ્બરે રધાનમંત્રી મોદી ભારતીય સમયાનુસાર સવારે 11:05 વાગ્યે (સ્થાનિક સમય-12:35 PM) જૉર્જ બુશ ઇન્ટરનેશન એરપોર્ટ હ્યૂસ્ટન પહોંચશે.જયારે 22મીએ પીએમ ભારતીય સમયાનુસાર સવારે 4:30 વાગ્યે (સ્થાનિક સમય-6:00 PM) હોટલ પોસ્ટ ઓકમાં તેલ કંપનીઓના CEOને મળશે. ભારતીય સમય અનુસાર સવારે 6:00 કલાકે (સ્થાનિક સમય-7:35 PM) પીઆઇઓ અને એનઆરઆઇની સાથે મુલાકાત કરશે.

23 સપ્ટેમ્બરે પીએમ મોદી ક્લાઇમેટ સમિટને સંબોધિત કરશે. આતંકવાદ મામલે નેતા દુનિયાભરના કેટલાક નેતાઓને મળશે.અને અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે.

24 સપ્ટેમ્બરે UNSG તરફથી ભોજનમાં ભાગ લશે. મહાત્મા ગાંધીની 150મી વર્ષગાંઠ પર કાર્યક્રમમાં ભાગ લેશે. કાર્યક્રમમાં 3 વસ્તુઓની શરૂઆત કરશે. ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ ગોલકીપર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.અને  બ્લૂમબર્ગના સીઇઓ સાથે મુલાકાત.કરશે 

25 સપ્ટેમ્બરે CARICOMની બેઠકમાં ભાગ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સહિત 20 નેતાઓ સાથે મુલાકાતની શક્યતા.છે જયારે 27 સપ્ટેમ્બરઃ યૂએનજીએ સેશનને સંબોધિત કરશે.

(12:41 am IST)