Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

બે કરોડથી ઓછા ટર્નઓવર માટે રિટર્ન નહિ ભરવું પડે : 1000 સુધીના હોટલના રૂમ ભાડામાં જીએસટી લાગુ નહીં : જીએસટી કાઉન્સિલનો બેઠકમાં મોટા નિર્ણયો

આઉટડોર કેટરિંગ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા :હોટલ અને ડાયમંડ કટિંગને મોટી રાહત : રક્ષા ઉત્પાદનો પર જીએસટીમાં છુટ

 

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સિતારમણની અધ્યક્ષતામાં ગોવા ખાતે મળેલી 37મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટા નિર્ણય લેવાયા હતા. જેમાં ડાયમંડ અને હોટલ ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. ઉપરાંત પેટ્રોલ-ડીઝલના વાહનોમાં પણ થોડી રાહતનું જાહેરાત કરાઈ છે. આયાત કરવામાં આવતા સંરક્ષણ ક્ષેત્રને લગતા સાધનોને 2024 સુધી જીએસટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટીના સંશોધિત દર 1 ઓક્ટોબરથી લાગુ થશે.

જીએસટી કાઉન્સિલની 37મી બેઠકમાં હોટેલ ઉદ્યોગને રાહત આપતાં રૂ.1000 સુધીનું રૂમના ભાડા પર કોઈ જીએસટી લાગશે નહીં. રૂ.1001થી રૂ.7500 સુધીના રૂમના ભાડા પર હવે 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. સાથે નાણામંત્રીએ જણાવ્યું કે, રૂ.7500થી વધુ રૂમના ભાડા પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે.

નાણામંત્રીએ કરેલી જાહેરાતો  મુજબ  10થી 13 લોકોની ક્ષમતા ધરાવતા પેસેન્જર પેટ્રોલ વાહનો પર કમ્પેનસેશન સેસમાં 3 ટકાનો ઘટાડો કરાયો છે. વાહનો પર કમ્પેન્સેસન સેસનો દર 15 ટકા હતો
 
જયારે આઉટ ડોર કેટરિંગ પર જીએસટી 18 ટકાથી ઘટાડી 5 ટકા કરાયો. છે

  ઉપરાંત  સંરક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ સાધનોને 2024 સુધી આયાત પર જીએસટીમાં રાહત મળશે
 
જયારે રેલવે વેગન, કોચ પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાનો નિર્ણય લેવાયો છે

  જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ ભારતમાં અંડર-17 વૂમન્સ ફૂટબોલ વર્લ્ડ કપ માટે અને ફીફા તથા અન્ય સંસ્થાઓને રમત-ગમતના સંસાધનોની સપ્લાય પર જીએસટીમાં છૂટ આપવામાં આવશે. જયારે પોલિથીન બેગ પર 12 ટકા જીએસટી લાગશે. ડાયમંડના પોલિશ અને કટિંગના જોબવર્ક પર જીએસટી દર ઘટાડવાનો નિર્ણય લેવાયો છે

     બેઠકમાં હીરા સાથે સંકળાયેલા જોબ વર્ક પર જીએસટી 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરાશે. સમુદ્રી ઈંધણ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવશે. અને - સ્લાઈડ ફાસ્ટનર્સ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવશેતેવા નિર્ણયો લેવાય છે

 

(11:17 pm IST)