Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દિલ્હીમાં ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડ સાથે ચીની નાગરિક ઝડપાયો

પોલીસને ઝડપાયેલ ચાર્લી પેન્ગ પાસેથી 2 હજાર અમેરિકન ડોલર,22 હજાર થાઈ કરન્સી અને 3,60 હજાર ભારતીય કરન્સી મળી

નવી દિલ્હી :દિલ્હીમાં પોલીસે એક ચીની નાગરિકની ભારતીય પાસપોર્ટ અને આધાર કાર્ડ સાથે ઝડપી પાડ્યો છે.  પોલીસને ચાર્લી પેંગ પાસેથી 2 હજાર અમેરિકન ડોલર, 22 હજાર થાઈ કરન્સી અને 3 લાખ 50 હજારની ભારતીય કરન્સી મળી આવી છે.પોલીસ  હાલમાં ચીની નાગરિકની પૂછપરછ કરી રહી છે.

 ચીની નાગરિકના ભારત પ્રવાસ અંગે પણ અનેક સવાલ ઉઠાવવામાં  આવ્યા છે. પોલીસ ચીની નાગરિક પાસેથી આધાર કાર્ડ અને ભારતીય પાસપોર્ટ ક્યાંથી આવ્યો તે અંગે તપાસ કરી રહી છે. આ પહેલા પણ ઉત્તર પ્રદેશમાં પોલીસે એક ચીની નાગરિકને ઝડપી પાડ્યો હતો.

(5:42 pm IST)