Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પ વર્ષ પહેલા ભારતીય મહિલા સાથે લગ્ન કરનાર ચીનના જાસુસની નવી દિલ્‍હી માથી ઘરપકડ

રાજશેખર ઝા, નવી દિલ્હીઃ દેશનું હિત જોખમાય એવી પ્રવૃતિ કરવા બદલ નવી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલની ટીમે ચીનના જાસુસની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ચાર્લી પેન્ગ નામના આ ચીનના જાસુસની વધુ પૂછપરછ માટે પોલીસે મેજિસ્ટ્રેટ કોર્ટ પાસે સમય માગ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ચીની જાસુસ પાસેથી ભારતીય પાસપોર્ટ અને આધારકાર્ડ મળી આવ્યું હતું. આ પાસપોર્ટ મણિપુરથી ઈસ્યુ કરવામાં આવ્યો હતો.

જ્યારે આધાર કાર્ડમાં દક્ષિણ દિલ્હીના વિસ્તાર દ્વારકાનું સરનામું છે. પોલીસે 3.5 લાખની કાર, 2,000 ડૉલર અને 22,000ની થાઇ કરન્સી જપ્ત કરી છે, પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડીએલએફ ગુડગાંવમાં રહેતો હતો. ચાર્લી મૂળ ચીનના નાનજિંગ પ્રાંતનો છે. પાંચ વર્ષ પહેલા તે ભારતમાં આવ્યો હતો અને ભારતીય છોકરી સાથે વિવાહ કર્યા હતા.

ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની ગતિવિધિઓને ટ્રેક કરતા તે ચીનનો જાસુસ હોવાનું માલુમ પડ્યું હતું. ઉત્તર ભારતના કેટલાક રાજ્યો અને હિમાચલ પ્રદેશમાં સુધી તેના સંપર્કો હતા અને અન્ય રાજ્યમાં પણ કંપનીના નામે ગતિવિધીઓ કરતો હતો. પછી તેને મણિપુરમાંથી પાસપોર્ટ કઢાવ્યો હતો. તેણે કરન્સી એક્સચેન્જ કંપની ખોલી હતી. જે અંતર્ગત તે હવાલા નાખવાની પ્રવૃતિઓ કરતો હતો. ચાર્લીને પાસપોર્ટ અને આધારકાર્ડ કઢાવી દેનારને પણ પોલીસ સકંજામાં લીધા છે. નવી દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે જુદી જુદી જાસુસીની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

દિલ્હી પોલીસ એ તપાસ કરી રહી છે કે, જાસુસના સંપર્કો ચીનના કોઇ સૈન્ય સાથે છે કે નહીં. આ ઉપરાંત, આ પહેલા વર્ષ 2013માં નવી દિલ્હીથી ચીનના જ એક જાસુસની ધરપકડ કરવામાં આવી હતી. જે દેશના હિત વિરુદ્ધની પ્રવૃતિઓ કરતો હતો. જેનું નામ પેમા ટીસર્નિગ હતું. ધર્મશાળામાંથી તેને પકડી લેવામાં આવ્યો હતો.

(4:57 pm IST)