Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

પ્રેમિકાના મૃત્યુ પછી હિંસક થઇ ગયો ગધેડો, શાંત કરવવા પડયા લગ્ન

ગામમાં થયા અનોખા લગ્નઃ ગધેડાને મળી ગઇ સાથી

બેગલોર, તા.૨૧: કર્ણાટકના હૂરા ગામમાં લોકોને એક અનોખા લગ્ન જોવા મળ્યા. અહીં દૂરના ગામથી લાવવામાં આવેલી દૂલ્હન થોડી ગભરાયેલી ચોક્કસ હતી, પણ મહેમાનો માટે ચિંતાનો વિષય હતો વરરાજાની હિંસક આદતો. ગામલોકોએ તેના લગ્ન એટલા જ માટે કરાવ્યા કે, લગ્ન પછી તે કદાચ તેની હિંસક આદતો છોડી છે.

તમને વાંચીને નવાઈ લાગશે કે આ કેવા પ્રકારના લગ્ન છે? અહીં કોઈ માણસના નહીં પણ ગધેડાના લગ્નની વાત થઈ રહી છે. હૂરા ગામના આ એકલા પડી ગયેલા ગધેડાને આખરે સાથી ગધેડી મળી ગઈ. ગામલોકોએ પૂજારી બોલાવીને તેમના લગ્ન કરાવ્યા.

આ અવસર પર મહેમાનોને મીઠાઈ વહેંચવામાં આવી. વર-વધૂને નવા વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. ગામલોકોના જણાવ્યા અનુસાર, જયાં સુધી આ ગધેડા સાથે એક સાથી ગધેડી હતી ત્યાં સુધી તેનો વ્યવહાર યોગ્યહતો. પરંતુ જુલાઈ મહિનામાં એક દીપડાએ તેને મારી નાખી અને ત્યારપછી ગધેડાનો આક્રમક વ્યવહાર શરુ થઈ ગયો.

હૂરા ગામના લોકોએ તેના માટે એક ગધેડી શોધી અને જયારે તેના માલિકને આખી વાત જણાવી તો તે ગધેડી આપવા તૈયાર થઈ ગયા. લોકોએ પહેલાથી જ ગધેડી ખરીદવા માટે પૈસા ભેગા કરી રાખ્યા હતા. પરંતુ ગધેડીના માલિકે જયારે તેમને મફતમાં ગધેડી આપી તો ગામલોકોએ તે પૈસાથી લગ્ન કરાવવાનો વિચાર કર્યો.

(3:28 pm IST)