Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભાષા હિન્દીઃ ગુજરાતી બીજા ક્રમે : તેલુગુ ત્રીજા ક્રમે

અમેરિકાની કુલ વસ્તીમાંથી ૬.૭ કરોડ લોકો વિદેશી ભાષા બોલે છે : હિન્દી બોલનારા ૮ લાખથી વધુ : ૪.૩૪ લાખ લોકો ગુજરાતી બોલે છે : ૫ શહેરોમાં અંગ્રેજી નથી બોલાતુ

નવી દિલ્હી તા. ૨૧ : અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભાષા તરીકે હિન્દી પ્રથમ ક્રમે છે જયારે ગુજરાતી બીજા અને તેલુગુ ત્રીજા ક્રમે બોલાતી ભાષા રહી છે. જોકે, અમેરિકામાં હિન્દી બોલનારાઓની ટકાવારી વધતી જાય છે. વર્ષ ૨૦૧૦ના અહેવાલ અનુસાર તો તુલના કરવામાં આવે તો તેલુગુ બોલનારાઓની ટકાવારી વધતી જાય છે. અમેરિકામાં વસતી ભારતીય પ્રજામાંથી ૮૬ ટકા લોકો તેલુગુ ભાષામાં વાતચીત કરે છે, અમેરિકન કોમ્યુનિટી સરવે તથા યુએસ સેનસસ બ્યૂરોના અભ્યાસ પરથી અમેરિકાની ૨૧.૮ ટકા પ્રજા જેઓનો અમેરિકામાં જન્મ થયો છે, બહારથી આવીને વસેલા છે અને પ્રવાસીઓ છે એ તમામ અંગ્રેજી સિવાયની ભાષાને બોલવાનું પસંદ કરે છે.

અમેરિકાની કુલ વસ્તી ૩૦.૫ કરોડમાંથી ૬.૭ કરોડ લોકો અમેરિકાની ધરતી પર વિદેશી ભાષા બોલીને સંદેશાવ્યવહાર કરે છે. માત્ર માર્કેટમાં જ નહીં પણ ઘરમાં પણ લોકો પોતાના દેશની ભાષામાં વાતચીત કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૬માં ૩૦.૩ કરોડ લોકો ઘરે ફોરેન લેગ્વેજ બોલતા હતા. આ વખેતના સરવેમાંથી જાણવા મળ્યું હતું કે, અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ભારતીય હિન્દી ભાષાને વધુને વધુ લોકો બોલી રહ્યા છે. જયારે આ સરવેમાં ગુજરાતી બીજા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા રહી છે.

અમેરિકામાં હિન્દી બોલતા લોકોની સંખ્યા ૮ લાખથી પણ વધારે છે. એવું સરવેમાંથી જાણવા મળ્યું છે. સમગ્ર અમેરિકામાં ૮.૬૩ લાખ લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ ૪.૩૪ લાખ લોકો અમેરિકાની ઘરતી પર ગુજરાતી બોલી રહ્યા છે. આ પછી ૪.૧૫ લાખ સાથે તેલુગુ ભાષાનો ઉપયોગ કરતા લોકોનો ક્રમ આવે છે. સેન્ટ્રલ ઇમિગ્રેશન સ્ટડીમાં વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૭ વચ્ચે તુલના કરવામાં આવી હતી. જેમાં ભાષાનું પાસુ મુખ્ય હતું. વર્ષ ૨૦૧૦થી સાત વર્ષના સમયગાળામાં તેલુગુ બોલનારાઓની સંખ્યા વધી છે. તેલુગુ ભાષાના ઉપયોગમાં કુલ ૮૬ ટકાનો વધારો થયો છે. જયારે ગુજરાતી બોલનારાઓમાં ૪૨ અને હિન્દી બોલનારાઓમાં ૨૨%નો વધારો થયો છે.

અમેરિકાના પાંચ મોટા શહેરોમાં ૪૮ ટકા રહેવાસીઓ અંગ્રીજી સિવાયની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. લોસ એન્જેલસ ૫૯%, ન્યુયોર્ક અને હોસ્ટનમાં ૪૯% ટકા લોકો વિદેશી ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે. જોકે વર્ષ ૨૦૧૦માં વેબસાઇટ ઉપર પણ કોઇ ભારતીય ભાષાને સ્થાન ન હતું. તેથી મોટા ભાગના રહેવાસીઓ આ ભાષાનો સરળતાથી ઉપયોગ ન કરી શકે બની શકે છે. જેમાં હિન્દી, ગુજરાતી, તેલુગુ સિવાય પણ બંગાળી અને તમિલ ભાષાનો સમાવેશ થાય છે. સરવે અનુસાર ૬ લાખથી વધારે લોકો હિન્દી ભાષાનો ઉપયોગ કરતા હતા. વર્ષ ૨૦૧૬માં આ સંખ્યામાં વધારો થયો હતો અને ટકાવારી ૪૧.૬ સુધી પહોંચી હતી. ગુજરાતીમાં પણ વર્ષ ૨૦૧૦ કરતા ૨૦૧૬માં ગુજરાતી બોલનારાઓની સંખ્યા નજીવાદરે વધી હતી જે ટકાવારી ૨૧.૮ સુધી પહોંચ હતી. આ સરવેમાં વાલીઓ ભલે ભારતીય હોય પણ તેમના સંતાનો અમેરિકામાં જન્મેલા હોય તેવા દરેક પરિવારને પણ આવરી લેવામાં આવ્યા હતા.

(2:32 pm IST)