Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

''તમે ગધેડાને મત આપશો કે હાથીને ?''

અમેરિકાના સત્તાધારી પક્ષે ગજબ કરી.. હિન્દુઓને આકર્ષવા આવો પ્રચાર કર્યો

હિન્દુ સમાજ ઉકળી ઉઠયોઃ ગણેશજીને હાથી સાથે સરખાવાય નહિઃ અંતે માફી માગી

હ્યુસ્ટન તા. ર૧ : અમેરિકામાં સત્તાધારી પાર્ટી રિપબ્લિકને એક ચુંટણી પ્રચારની જાહેરાતમાં હિન્દુ મતદારોને આકર્ષવા ભગવાન શ્રીગણેશના ચિત્રનો ઉપયોગ કર્યોહતો. તેની સામે સ્થાનીક હિન્દુ સમાજે વાંધો ઉઠાવ્યો હતો. આખરે રીપબ્લિકન પાર્ટીએ હિન્દુઓની માફી માગીને એ ભુલ બદલ દિલગીરી વ્યકત કરી હતી.

આ જાહેરાત આપી હતી એમાં ભગવાન શ્રી ગણેશના ચિત્રનો ઉપયોગ થયો હતો. હિન્દુ મતદારોને આકર્ષવા માટે પક્ષે આ તરીકો અપનાવ્યો હતો, પરંતુ એ જાહેરાતના લખાણ સામે હિન્દુ સમાજે વિરોધ ઉઠાવ્યો હતો. પાર્ટીએ જાહેરાતમાં લખ્યુ હતું. કે શું તમે ગધેડાને મત આપશો કે હાથીને ? રિપબ્કિલન પાર્ટીનું ચુંટણી ચિન્હ હાથી છે. હિન્દુ સમાજે વિરોધ ઉઠાવીને કહ્યું હતું. ભગવાન ગણેશને હાથી સાથે સરખાવી શકાય નહી હિન્દુ મતદારોને આકર્ષવાનો રિપબ્લિકન પાર્ટીનો દાવ ઉલટો પડયો હતો.રિવોધ પછી પક્ષે હિન્દુઓની માફી માગી લીધી હતી જાહેરાત કરનારી પાર્ટીએ અણસમજથી હિન્દુ મતદારોને આકર્ષવા હાથીને મત આપો એવુ કહ્યું હતું. એ બદલ રિપબ્લિકન પાર્ટીએમાફી માગી હતી જાહેરાત એજન્સીએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે આ જાહેરાતમાં હિન્દુ સમાજના રીત-રિવાજ અને ધાર્મિક ભાવનાને ઠેર પહોંચાડવાનો ઇરાદો ન હતો એમાં ભગવાન ગણેશનું સન્માન કરાયું હતું. પણ તેમ છતાં એ બદલ અમે માફી માગીએ હતી.

(2:26 pm IST)