Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દેશના અડધા ભાગના રાજયોમાં ભારે વરસાદની આગાહી

પશ્ચિમ બંગાળ, ઓરિસ્સાના દરિયામાં જોરદાર મોજા ઉછળશે : માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી

નવી દિલ્હી, તા. ર૧ : ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાઇ પટ્ટીના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કેટલીક જગ્યાએ અતિ અતિ ભારે વરસાદ પડશે.

દક્ષિણ ઓરિસ્સાના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે અને કયાંક કયાંક અતિ અતિ ભારે વરસાદ જયારે ઉતર ઓરિસ્સામાં સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે.

તેલંગાણા, ઓરિસ્સા, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, મધ્યપ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને ઉતર કર્ણાટક અને કર્ણાટકના દરિયાઇ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમી ઉતરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મીઝોરમ અને ત્રિપુરામાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે.

બંગાળના અખાતના પશ્ચિમ અને ઉતરકાંઠા અને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના તટીય વિસ્તારોમાં દરિયાઇ મોજા ઉછળશે. માછીમારોને દરિયામાં ન જવાની હવામાન ખાતાએ ચેતવણી આપી છે.

(1:25 pm IST)