Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

યુ.કે.માં સાથે ભણતા વિદ્યાર્થીઓની સતામણીથી ભારતીય મૂળના 13 વર્ષીય બાળકનું મોત

લંડન : યુ.કે.માં સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સતામણીનો ભોગ બનવાથી ભારતીય મૂળના 13 વર્ષીય બાળક કરણબીર  ચીમાનું કરુણ મોત નીપજ્યું છે.તેને  ડેરી પ્રોડક્ટ્સની  જન્મથી એલર્જી હતી.તેમ છતાં કેટલાક વિદ્યાર્થીઓ  કરણની પાછળ ચીઝ લઇને દોડ્યા હતા. એટલું નહીં, વિદ્યાર્થીઓએ કરણની ટીશર્ટમાં ચીઝ નાખી દેતાં તેની તબિયત લથડી હતી. કરણને ઘઉં, ગ્લુટન, તમામ ડેરી પ્રોડ્ક્ટસ, ઇંડા અને સૂકામેવાની એલર્જી હતી. સિવાય તે અસ્થમાનો પેશન્ટ હતો અને તેને એટોપિક ખરજવાંની બીમારી પણ હતી. કરણનું પરિક્ષણ કરનાર ડોક્ટરે કહ્યું કે, દુઃખદ ઘટના વિદ્યાર્થીઓની મસ્તી દરમિયાન બની છે અને કરણની ટીશર્ટમાં ચીઝ ફેંકનાર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યો છે.

કરણ ગ્રીનફોર્ડમાં આવેલી વિલિયમ પાર્કિંન ચર્ચ ઓફ ઇંગ્લેન્ડ હાઇસ્કૂલમાં ભણતો હતો. ગત 28 જૂનના રોજ સવારે 11.30 વાગ્યે એનાફિલેક્ટિક શૉક (એલર્જી રિએક્શન) થયો હતો.

કોર્ટમાં કરણબીરના મોત બાદ સુનવણીમાં એવું સામે આવ્યું છે કે, એલર્જી રિએક્શન બાદ તેને સારવાર મળી ત્યાં સુધી તે બેભાન હતો.

(12:41 pm IST)