Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

GST રિફંડમાં નિકાસકારોને ઝડપી રાહતની સંભાવના : તુરતમાં જાહેરાત

જેટલીએ ગયા સપ્‍તાહે આપેલા વચનનું પાલન થશે

નવી દિલ્‍હી તા ૨૧ : નિકાસકારોને GST હેઠળ ઝડપી રિફંડ આપવાના ભાગરૂપે સરકાર ટેકસ રિફંડના માળખાની સમીક્ષા કરી રહી છે. નાંણાપ્રધાન જેટલીએ ગયા સપ્‍તાહે  નિકાસને પ્રોત્‍સાહન આપવાના પગલાં લેવાનું વચન આપ્‍યું હતુ ં સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસીસ એન્‍ડ કસ્‍ટમ્‍સ વીક-એન્‍ડ માં કેટલાક પગલાની જાહેરાત કરે તેવી શકયતા છે.નિકાસકારો  માટે GST  રિફંડની સમસ્‍યા મોટી છે. નિકાસકારોના દાવા મુજબ રિફંડમાં મુશ્‍કેલીને કારણે તેમના બિઝનેસ પર અસર થઇ છે અને કાર્યકારી મૂડીના ખર્ચમાં વધારો નોંધાયો છે. એક સરકારી અધિકારીએ  જણાવ્‍યું હતું કે, ‘‘કેટલાક પગલા અંગે વિચારણા થઇ રહી છે અને સપ્તાહ પુરું થતાં સુધીમાં તેની જાહેરાત કરાશે.'' સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસિસ એન્‍ડ કસ્‍ટમ્‍સે નિકાસકારોના રિફંડની સમસ્‍યા હળવી કરવા ઘણાં પગલાં લીધા છે, પણ હજુ કેટલીક બાબતોનો ઉકેલ આવ્‍યો નથી, ટેકસ વિભાગે રિફંડની પ્રક્રિયા સરળ બનાવવા ઉદ્યોગના પ્રનિધીઓ સાથે વિસ્‍તૃત ચર્ચા કરી હતી.

સરકાર તમામ પ્રક્રિયા ચકાસી રહી છે. કેન્‍દ્ર અને રાજય એમ બને સ્‍તરે અમલીકરણના મુદાની નિકાસકારો પર અસર થઇ છે. સરકાર રિફંડ ને સરળ બનાવવા કેટલીક પ્રક્રિયા સંબધી રાહતો આપે તેવી શકયતા છે. જેમાં કેટલાક એકઝેમ્‍પશન નોટિફીકેશન હેઠળ આયાત કરોયેલા ઇનપૂટ્‍સ પર લાદવામાં આવેલા નિયંત્રણનો સમાવેશ થઇ શકે. કેટલાક એકઝમ્‍પશન  નોટિફીકેશન   હેઠળ ઇનપૂટ્‍સનો ઉપયોગ કરતા નિકાસકારો માટે સરકાર ટેકસ  રિફંડને  નિયંંત્રિત કરવાની વિચારણા કરી શકે.

ઉદ્યોગવર્તુળોના જણાવ્‍યા અનુસાર કેટલીક નિકાસ સ્‍કીમ્‍સ અંગે જાણ નહીં હોવાથી રાજયોના ટેકસ સતાવાળાઓ સાથે સમસ્‍યા ઉભી થાય છે. જે તે રાજયના ટેકસ અધિકારીઓ અલગ દસ્‍તાવેજની માગણી કરે છે અને કેન્‍દ્રની મંજુરી મળી ગયા પછી પણ રિફંડ અટકાવી રાખે છે. ખાસ કરીને સર્ર્વિસની નિકાસમાં આવું વધુ બને છે. અમુક વખત  અધિકારીઓના  અધિકારક્ષેત્રમાં ફેરફાર જેવા  નજીવા કારણસર રિફંડ રીજેકટ કરવામાં આવે છે.

સરકાર નિકાસકારો માટે સમાધાનની પ્રક્રિયા વિચારી શકે, જેમાં નિકાસકારને ઇન્‍ટિગ્રેટેડ GST. રિબેટ કલેમ માટે રિફંડની  રકમ કયા કલેમ સામેમળી છે તેની સમજણ આપવામાં આવશે.

નિષ્‍ણાંતોના જણાવ્‍યા  અનુસાર સરકારે નિકાસકારોની  રિફંડ અંગેની  ચિંતા ઘટાડવા કેટલાંક પગલા લેવાં જોઇએ. ફેડરેશન ઓફ ઇન્‍ડિયા એકસપોર્ટ આર્ગેનાઇઝેશન્‍સના ડિરેકટર જનરલ અને CEO અજય સહાયે જણાવ્‍યું હતું કે ‘‘ ઇન્‍ટરનલ કન્‍ટેનર ડેપો સિવાયના ઇન્‍ટિગ્રેટેડ GST રિફંડ મહદ્‌ અંશે વ્‍યવસ્‍થિત થયા છે. જોકે, ઇનપૂટ ટેકસ ક્રેડિટ રિફંડની સમસ્‍યા હજુ યથાવત છે. સરકારે ઝડપથી આ  સ્‍થિતીનો ઉકેલ લાવવો જોઇએ

(4:10 pm IST)