Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

યુ.એસ.ના ન્‍યુજર્સીમાં SKN ફાઉન્‍ડેશનના ઉપક્રમે ૨૮ સપ્‍ટે.ના રોજ ડાયાબિટીસ કેર તથા પ્રિવેન્‍શન માટે વાર્ષિક ગાલા પ્રોગ્રામ

 

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ યુ.એસ.માં ૨૮ સપ્‍ટે. ૨૦૧૮ શુક્રવારના રોજ SKN ફાઉન્‍ડેશનના ઉપક્રમે ડાયાબિટીસ કેર, પ્રિવેન્‍શન કેર તથા સપોર્ટ માટે વાર્ષિક ગાલા ૨૦૧૮નું આયોજન કરાયું છે.

મેરીગોલ્‍ડ ૩૧૫, ચર્ચિલ એવન્‍યુ, સમરસેટ, ન્‍યુજર્સી મુકામે યોજાનારા આ વાર્ષિક ગાલા પ્રોગ્રામનો સમય સાંજે ૬ વાગ્‍યાનો રહેશે. જેમાં સ્‍પેશીયલ ગેસ્‍ટ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શેફ (રસોયા), રેસ્‍ટોરેટર, કૂક બુક રાઇટર, ફિલ્‍મ મેકર, હ્યુમેનીટેરિઅન તથા માસ્‍ટર ઓફ ઇન્‍ડિયાના જજ શ્રી વિકાસ ખન્‍ના હાજરી આપશે.

ઉપરાંત ઇન્‍ડિયન સિરિઝ ડ્રાઇવર પોતાને થયેલા ડાયાબિટીસ નંબર વનના નિદાન સાથે પણ તેઓ કઇ રીતે રેસમાં ભાગ લેવાનું સ્‍વપ્‍ન સાકાર કરી રહ્યા છે તે જણાવવા સ્‍પેશીયલ ગેસ્‍ટ તરીકે હાજર રહેશે.

ગાલા પ્રોગ્રામમાં સેલેબ્રિટી હોસ્‍ટ તરીકે ઇન્‍ડિયન એકટ્રેસ, ફેશન ડિઝાઇનર તથા ટેલિવિઝન પ્રેઝન્‍ટર સુશ્રી મંદિરા બેદી રહેશે.

રજીસ્‍ટ્રેશન માટે સબુરા કુરેશી ડિનનો કોન્‍ટેક નં. (૬૦૯) ૬૦૮-૦૧૬૬ દ્વારશા અથવા sknfoundation.com અથવા thesknfoundation@gmail.com દ્વારા તથા ઓનલાઇન ટિકીટ માટે વહેલા તે પહેલાના ધોરણે sknfpundation.org/hope-gala 2018 દ્વારા સંપર્ક સાધવા શ્રી હિતેષ શાહની યાદીમાં જણાવાયું છે.

(12:01 am IST)