Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

પી. ચિદમ્બરમે ગાર્ડને ખખડાવીને કહ્યું કોઈપણ માટે ઘરનો દરવાજો ખોલતા નહીં ;સીબીઆઈ દીવાલ કૂદીને ઘરમાં પહોંચી

પ્રેસ કોન્ફ્રન્સ બા કપિલ સિબલની ગાડીમાં બેસીને દિલ્હીના જોરબાગ સ્થિત પોતાના ઘરે પહોંચેલ

 

નવી દિલ્હી ;INX મીડિયા કેસમાં કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમ સીબીઆઈ અને ઇડીની ટીમથી સતત બચવા કોશિશ કરતા હતા અંદાજે 25 કલાક સુધી લાપતા રહેલા પી,ચિદમ્બરમ રાત્રે 8 વાગ્યે અચાનક કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા અને પ્રેસ કોન્ફ્રન્સ કરીને પોતાને નિર્દોષ બતાવ્યા હતા ચિદમ્બરમની પ્રેસ કોન્ફ્રન્સ ખતમ થતા સીબીઆઈ અને ઇડીની ટીમ કોંગ્રેસ મુખ્યાલય પહોંચી ગઈ

  ટીમ પહોંચતા પી,ચિદમ્બરમ કપિલ સિબલની ગાડીમાં બેસીને દિલ્હીના જોરબાગ સ્થિત પોતાના ઘરે પહોંચી ગયા અહીં તેઓએ ગાર્ડને ખખડાવી નાખ્યો હતો જે કેમેરામાં કેદ થયું છે કે તેઓ ગાર્ડને કહે છે કે કોઈપણ માટે ઘરનો દરવાજો ખોલવો નહીં ,ત્યારબાદ તુરત સીબીઆઈની ટીમ ચિદમ્બરમના ઘરે પહોંચે છે સીબીઆઈના અધિકારીઓ દ્વારા વારંવાર કહેવા છતાં ગાર્ડે દરવાજો નહીં ખોલતા સીબીઆઈ અધિકારીઓ દરવાજો કૂદીને ચિદમ્બરમના ઘરમાં પહોંચ્યા હતા

  સીબીઆઈ ટીમ ચિદમ્બરમના ઘરમાં દાખલ થતા કોંગ્રેસ કાર્યકર્તા ત્યાં પહોંચીને સુત્રોચાર કરવા લાગ્યા હતા કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા સીબીઆઈએ દિલ્હી પોલીસની મદદ માંગી હતી દિલ્હી પોલીસ ટીમે કોંગ્રેસ કાર્યકરોને નિયંત્રિત કરીને ચિદમ્બરમના ઘર બહાર ઘેરાબંધી કરી હતી.

(12:40 am IST)