Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

INX કેસનો ઘટનાક્રમ

ઈંદ્રાણી સાક્ષી બનતા ચિદમ્બરમની મુશ્કેલી વધી

નવી દિલ્હી,તા. ૨૧ : પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. ચિદમ્બરમ પોતાની કેરિયરમાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આઈએનએક્સ મીડિયાના પ્રમોટર ઈંદ્રાણી મુખર્જીના સરકારી સાક્ષી બની ગયા બાદ ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી હતી. આઈએનએક્સ મીડિયા કેસ સાથે સંબંધિત ઘટનાક્રમ નીચે મુજબ છે.

મામલો કઈ રીતે ખુલ્યો

વિદેશી મુંડી રોકાણની આડમાં એફઆઈપીબીમાં ચાલી રહેલા ખેલનો ખુલાસો ૨જી સ્પેક્ટ્રમ કોભાંડની તપાસ દરમ્યાન એરસેલ-મૈક્સિસ ડીલની તપાસ સાથે શરૂ થઈ હતી. આ ડીલમાં મની લોન્ડરીંગની તપાસ કરી રહેલી ઈડીની ટીમનું ધ્યાન મૈક્સિસ સાથે જોડાયેલી કંપનીઓથી તત્કાલિન નાણાંમંત્રી ચિદમ્બરમના પુત્ર કાર્તિ સાથે જોડાયેલી કંપનીઓમાં પૈસા આવવા પર ગયું હતું. ઈડીએ જ્યારે ઉંડી તપાસ કરી ત્યારે લાંચની સપાટીઓ એક પછી એક ખુલી હતી. આઈએનએક્સના પ્રમોટર ઈંદ્રાણી સરકારી સાક્ષી બની ગયા બાદ ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી હતી.

આઈએનએક્સ કેસમાં ક્યાં શું થયું

આઈએનએક્સને એફઆઈપીબીએ મે ૨૦૦૭માં ૪.૬૨ કરોડ રૂપિયાના રોકાણ માટે મંજુરી આપી હતી. એફઆઈપીબી દ્વારા સ્પષ્ટ કરવામાં આવી હતી કે, કંપનીમાં રોકાણ માટે અલગ મંજુરીની જરૂર રહેશે. ડાઉનસ્ટ્રીમ ઈન્વેસ્ટમેન્ટ એક ભારતીય કંપની તરફથી અન્યમાં શેર ખરીદવા માટે ઈનડાયરેક્ટ ફોરન ઈન્વેસ્ટમેંટ થાય છે. કંપનીએ ડાઉનસ્ટ્રીમ ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને આઈએનએક્સ મીડિયામાં ૩૦૫ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું હતું. જ્યારે કંપનીને ૪.૬૨ કરોડ રૂપિયાના મુડી રોકાણ માટે મંજુરી મળી હતી.

ચિદમ્બરમની અવધીમાં ગેરરીતીનો આરોપ

૧૫મી મે ૨૦૧૭ના દિવસે સીબીઆઈએ એફઆઈપીબીની અનિયમિતતાના આરોપમાં એફઆઈઆર દાખલ કરી હતી. એવો આક્ષેપ હતો કે, એફઆઈપીબીએ આઈએનએક્સ મીડિયાને ૨૦૦૭માં નાણાંમંત્રી તરીકે ચિદમ્બરમની અવધિ દરમિયાન વિદેશથી ૩૦૫ કરોડ રૂપિયાના ફંડ આપવા માટે મંજુરી આપવામાં ગેરરીતિ દાખવી હતી. એફઆઈઆરના આધાર પર ઈડીએ મનિલોન્ડીંગ કેસ દાખલ કર્યો હતો.

ઇંદ્રાણીના નિવેદનથી ચિદમ્બરમ ફસાયા

ઈંદ્રાણીના નિવેદથી ચિદમ્બરમની મુશ્કેલીઓ સતત વધી હતી. આઈએનએક્સ મીડિયાની અરજી એફઆઈપીબીની પાસે હતી. આ ગાળા દરમિયાન તેઓએ પતિ પીટર મુખર્જી અને કંપનીના વરિષ્ઠ અધિકારી સાથે પૂર્વ નાણામંત્રીની ઓફિસ નોર્થ બ્લોકમાં જઈને મુલાકાત કરી હતી. ઈડીને આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું પીટરે ચિદમ્બરમની સાથે વાતચીત કરી હતી. આઈએનએક્સ મીડિયાની અરજી એફડીઆઈ માટે છે. પીટરે અરજીની નકલ પણ સોંપી હતી. એફઆઈપીબીની મંજુરીના બદલે ચિદમ્બરમે પીટરને કહ્યું હતું કે, તેમના પુત્ર કાર્તિને બિઝનેશમાં મદદ કરવાની રહેશે. આ નિવેદનને લઈ ઈડીએ ચાર્જશીટમાં દાખલ કરીને કોર્ટમાં આને પુરાવા તરીકે રજુ કર્યા છે.

ઈડીએ તપાસ શરૂ કરી

૩જી ફેબ્રુઆરીના દિવસે કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા સીબીઆઈને ચિદમ્બરમની સામે તપાસ કરવાનો મંજુરી આપી દીધી હતી. ઈડીએ કાર્તિની ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી દીધી હતી. ઈડી દ્વારા કઈ રીતે એફઆઈપીબીએ ગ્રુપને ૨૦૦૭માં મંજુરી આપી હતી. ઈડીનો દાવો છે કે, હજુ સુધીની તપાસમાં એવી બાબત સપાટી પર આવી છે કે, આઈએનએક્સ મીડિયાના અધિકારી પીટર મુખર્જી અને ઈંદ્રાણી મુખર્જીએ કોંગ્રેસી નેતા સાથે મુલાકાત કરી હતી.

ઈડીએ કાર્તિની સંપત્તિ જપ્ત કરી

ઈડીની તપાસમાં જાણવા મળ્યું કે, એફઆઈપીબી પાસેથી મંજુરી માટે આઈએનએક્સ મીડિયાના ડિરેક્ટર પીટર મુખર્જી અને ઇંદ્રાણી મુખર્જીએ ચિદમ્બરમ સાથે વાતચીત કરી હતી. આ મામલામાં ઈડીએ ચિદમ્બરમના પુત્ર કાર્તિ અને તેમની એક કંપની સાથે જોડાયેલી ૫૪ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.

એફઆઈઆરમાં સીબીઆઈના આરોપ

એફઆઈઆરમાં સીબીઆઈએ આક્ષેપ કર્યો હતો કે, કાર્તિ દ્વારા નાણાં મંત્રાલયના અધિકારીઓ પર પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને આઈએનએક્સ મીડિય તરફથી કરવામાં આવેલા ગેરકાયદે રોકાણના મામલાને દબાવી દીધો હતો.

એરસેલ-મેક્સિડીલ શું છે

એરસેલ-મેક્સિ મામલાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, માત્ર ૧૮૦ કરોડ રૂપિયાનું રોકાણ બતાવીને ૩૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ એટલા માટે કરવામાં આવ્યું હતું કે, મામલો મુડી રોકાણ સાથે સંબંધિત કેબિનેટ કમિટી પાસે ન પહોંચે. નિયમ મુજબ નાણામંત્રી ૬૦૦ કરોડ રૂપિયાના રોકાણની મંજુરી પોતે આપી શકતા હતા. આનાથી વધુના વિદેશી રોકાણ પર કેબિનેટની મંજુરીની જરૂર હોય છે. એટલે કે, આ મામલામાં બાકીની રકમ ચોર દરવાજ્જાથી આવી હતી.

(7:57 pm IST)