Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

INX કેસની તવારીખ

૨૦૧૭ બાદથી મુશ્કેલીઓ સતત વધી હતી

નવી દિલ્હી,તા. ૨૧ : પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી રહી છે. ચિદમ્બરમ પોતાની કેરિયરમાં સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. આઈએનએક્સ મીડિયાના પ્રમોટર ઈંદ્રાણી મુખર્જીના સરકારી સાક્ષી બની ગયા બાદ ચિદમ્બરમની મુશ્કેલી સતત વધી હતી. ચિદમ્બરમ પર કેમ સકંજો મજબુત કરવામાં આવ્યો. આઈએનએક્સ મીડિયા કેસ સાથે સંબંધિત ઘટનાક્રમ નીચે મુજબ છે.

*   ૧૫મી મે ૨૦૧૭ના દિવસે આઈએનએક્સ મીડિયા મામલામાં સીબીઆઈએ કેસ દાખલ કર્યો જેમાં આ ગ્રુપ પર ૨૦૦૭માં વિદેશમાંથી ૩૦૫ કરોડ રૂપિયા લેવા માટે એફઆઈપીબીની મંજુરી હાંસલ કરવામાં ગેરરીતીઓનો આક્ષેપ કરવામાં આવ્યો હતો

*   ૨૦૧૮માં ઈડીએ આ સંદર્ભમાં નાણાં શોધ મામલો દાખલ કર્યો હતો. સીબીઆઈએ પૂછપરછ માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ સામે સમન્સ જારી કર્યું હતું

*   ૩૦મી મે ૨૦૧૮ના દિવસે ચિદમ્બરમે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરીને સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ભ્રષ્ટાચારના મામલામાં વચગાળાના જામીનને લઈને અપીલ કરી હતી

*   ૨૩મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ચિદમ્બરમે ઈડીના નાણા શોધ મામલામાં વચગાળાના જામીન માટે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી

*   ૨૫મી જુલાઈ ૨૦૧૮ના દિવસે હાઈકોર્ટે બંન્ને મામલામાં ધરપકડથી બચવા તેમને વચગાળાની રાહત આપી હતી

*   ૨૫મી જાન્યુઆરી ૨૦૧૯ના દિવસે હાઈકોર્ટે બંને મામલામાં ચિદમ્બરમની વચગાળાની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો

*   ૨૦મી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે હાઈકોર્ટે ચિદમ્બરમની વચગાળાની જામીન અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે સુપ્રીમ કોર્ટમાં ચિદમ્બરમે અપીલ દાખલ કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત આપવાનો ઈન્કાર કરી દીધો હતો

*   ૨૧મી ઓગસ્ટ ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો અને બે દિવસ પછી એટલે કે શુક્રવારે હાથ ધરાશે

(7:56 pm IST)