Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

હોમ-ઓટો લોન પણ માત્ર ૫૯ મિનિટમાં મળી જશે

પબ્લિક સેકટર બેન્કોએ હોમ-ઓટો લોન ૫૯ મિનિટમાં આપવાની યોજના પર કામ શરૂ કર્યુ

નવી દિલ્હી તા.૨૧: હવે માત્ર બિઝનેસ લોન જ નહીં, પરંતુ ઘર અને ગાડી માટ  પણ ૫૯ મિનિટમાં લોન મળી જશે. ગ્રાહકોને હવે બેન્કોના ચક્કર કાપવામાંથી રાહત મળશે અને તમે એક જ વાર બેન્ક પર જઇને લોન મેળવી શકશો. પબ્લિક સેકટરની બેન્કોએ હોમ અને ઓટો લોન માત્ર ૫૯ મિનિટમાં આપવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.

આ માટે સરકારી બેન્કોએ Psbloansin59minutes પર આ સુવિધા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્યારે આ પોર્ટલ પર માઇક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગો (એમએસએમઇ)ને માત્ર ૫૯ મિનિટમાં રૂ.એક કરોડ સુધીની લોન આપવાની સ્કીમ ચાલી રહી છે, જોકે એસબીઆઇ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્કે આ મર્યાદાને પાંચ કરોડ સુધી વધારી છે.બેન્ક ઓફ ઇન્ડિયા અને કોર્પોરેશન બેન્કે  આ મર્યાદાને પાંચ કરોડ સુધી વધારી છે. બેન્ક ઓફ ઇન્ડિયાએ હવે કોઇ પણ રિટેલ લોનને આ કેટેગરીમાં લાવવાની યોજના તૈયાર કરી છે. ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પણ ૫૯ મિનિટની અંદર લોન આપવાની સ્કીમ પર કામ કરી રહી છે. દેશના સૌથી મોટા ઓનલાઇન લેન્ડિંગ પ્લેટફોર્મને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવેમ્બર-૨૦૧૮માં લોન્ચ કર્યુ હતું.

(4:05 pm IST)